નવી દિલ્હીઃ મોહાલી ટેસ્ટમાં યાદગાર પ્રદર્શન કરીને ICCની ઓલરાઉન્ડર ટેસ્ટ રેન્કિંગમાં ગયા અઠવાડિયે નંબર -1 બનેલા રવિન્દ્ર જાડેજા હવે પાછો ફેંકાઇ ગયો છે. તાજા આંકડામાં રવિન્દ્ર જાડેજા એક રેન્ક નીચે ખસકી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હૉલ્ડરે તેને પછાડ્યો છે. હૉલ્ડરે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટમાં દમદાર પ્રદર્સન કરીને પોતાનુ સ્થાન પાછુ મેળવી લીધુ છે. રવિન્દ્ર જાડેજા પહેલા પણ ICCની ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં જેસન હૉલ્ડર જ પહેલા સ્થાન પર હતો. 


બુધવાર જાહેર થયેલા ટેસ્ટ ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી જેસન હૉલ્ડર 393 પૉઇન્ટની સાથે પહેલા સ્થાન પર છે. વળી રવિન્દ્ર જાડેજા 385 પૉઇન્ટની સાથે બીજા નંબર પર છે. રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર પણ ભારતીય ખેલાડીનો કબજો છે. રવિચંદ્રન અશ્વિન 341 પૉઇન્ટની સાથે ત્રીજા નંબર પર છે. આ લિસ્ટમાં ચોથા અને પાંચમા નંબર પર શાકિબ અલ હસન અને બેન સ્ટૉક્સ છે. 






હૉલ્ડરે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં પહેલી ટેસ્ટમાં 82 રન બનાવવાની સાથે સાથે 2 વિકેટો પણ ઝડપી હતી. વળી, રવિન્દ્ર જાડેજા શ્રીલંકા વિરુદ્ધ ડે નાઇટ ટેસ્ટમાં 26 રન જ બનાવી શક્યો હતો. બૉલિંગમાં પણ તેને માત્ર 1 વિકેટ જ લીધી હતી. આ કારણે જાડેજાને નંબર -1ની પૉઝિશન ગુમાવવી પડી છે.


આ પણ વાંચો.........


Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા


ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો


દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા


Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....


Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....