અમદાવાદઃ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીના વિજયથી આશ્વસ્ત ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડે પાંચ ટી-૨૦ની પહેલી ટી૨૦માં જ આઠ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૨૪ રન કર્યા હતા તેમા ઐયરના ૬૭ રન મુખ્ય હતા. ઇંગ્લેન્ડે તેના જવાબમાં બટલરના ૪૯ રનની મદદથી૧૫.૩ ઓવરમાં ૧૩૦ રન કરી વિજય મેળવ્યો હતો..ભારતને ઇંગ્લેન્ડને ટોસ જીતીને બેટિંગમાં ઉતારવામાં આવ્યા બાદ ઇંગ્લેન્ડના બોલરોએ ભારતીય બેટ્સમેનોને મુક્તમને રમવા દીધા ન હતા, જ્યારે ભારતીય બોલરો સામે તેઓએ મુક્તમને બેટિંગ કરી હતી.


આ પહેલા ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યુ હતુ. બધાના આશ્ચર્ય વચ્ચે શિખર ધવન અને રાહુલ બેટિંગમાં ઉતર્યા હતા, પણ બંને ઓપનરો ખાસ કશું કરી શક્યા ન હતા. ભારતે વીસ રનમાં તો બંને ઓપનર અને કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. તેના પછી રિષભ પંત પર થોડી આશા હતી, તેણે આર્ચરને એન્ડરસનને અંતિમ ટેસ્ટમાં માર્યો હતો તેવો છગ્ગો પણ માર્યો હતો, પણ સ્કોરબોર્ડને વેગ આપવાના પ્રયાસમાં તે પણ ૪૮ રનના સ્કોરે સ્ટોક્સની ઓવરમાં બેરસ્ટોકના હાથમાં ઝીલાઈ ગયો હતો. જોકે પંતના શાનદાર છગ્ગા પર કેવિન પીટરસને પણ પ્રતિક્રિયા આપી છે. 


પંતે જ્યારે જોફ્રા આર્ચરના બોલ પર રિવર્સ સ્વીપમાં છગ્ગો ફટકાર્યો તો કમેન્ટેટરે કહ્યું કે, ચોક્કસપણે જેમ્સ એન્ડરસને હવે રાહતનો શ્વાસ લીધો હશે. જેના બોલ પર રિવર્સ સ્વીપમાં પંતનો શોટ ખૂબ ચર્ચાનો વિષય રહ્યો હતો. 


પંતના આર્ચરની બોલિંગ પર ફટકારેલા છગ્ગા બાદ ક્રિકેટિંગ દુનિયામાંથી અનેક પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ખુદ વિસ્ફોટક બેટ્સમેન કેવિન પીટરસે પંતના શોટના ખૂબ વખાણ કર્યા છે. 






પીટરેને ટ્વીટ કરીને કહ્યું કે, ‘પંતે હાલમાંજ ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીમાં રમાયેલ સર્વશ્રેષ્ઠ શોટ ફટકાર્યો છે. 90 માઈલની ગતિવાળા આર્ચરના બોલ પર રિવર્સ સ્વીપમાં છગ્ગો મારવો એક ખરેખર અદ્ભુત છે.’


જુઓ પંતનો અદ્ભુત શોટનો વીડિયો






જણાવીએ કે, આ પહેલા પંતે મહાન બોલર જેમ્સ એન્ડરસનના બોલ પર સ્વીમાં છગ્ગો ફટકાર્યો હતો. તેના એ શોટના પણ ખૂબ વખાણ થયા હતા.