England vs India: બર્મિંગહામમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 49 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની ટી-20 સીરિઝ 2-0થી જીતી લીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં આવું કરનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે.


આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય


રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે પ્રથમ ચોગ્ગો ફટકારતા જ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો. રોહિત હવે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તે આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ (PR સ્ટર્લિંગ) એ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.


T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા


પોલ સ્ટર્લિંગઃ 325 ચોગ્ગા


રોહિત શર્મા: 301 ચોગ્ગા


વિરાટ કોહલી: 298 ચોગ્ગા


માર્ટિન ગુપ્ટિલ: 287 ચોગ્ગા


એરોન ફિન્ચ: 286 ચોગ્ગા


ત્રીજા નંબર પર વિરાટ કોહલી


રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં 300થી વધુ ચોગ્ગા મારનાર બીજો બેટ્સમેન છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ છે જેણે 325 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 301, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 298, માર્ટિન ગુપ્ટિલે 287 અને એરોન ફિન્ચે 286 ચોગ્ગા ફટકાર્યા છે.


બૉલીવુડના વિલનની દીકરી છે હીરોઇનોથી પણ હૉટ, ફિલ્મોથી દુર રહીને કરે છે આ કામ, જુઓ તેની બૉલ્ડનેસ


VADODARA : ફાયર ઓફિસરની “પતિ, પત્ની ઓર વો”ની કહાની, પરણિત હોવા છતાં અન્ય યુવતી પર અનેક વાર દુષ્કર્મ આચાર્યાના ગંભીર આક્ષેપો


Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ


લગ્નના થોડા દિવસ બાદ જ આ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી, જાણો શું થયું હતું