નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પ્રવાસને લઇને ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવાયો છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ
વિરાટ કોહલીને હટાવી રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવાયો
વિરાટ કોહલી હવે ફક્ત ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે. ટી-20 વર્લ્ડકપ બાદ ટી-20 ફોર્મેટના કેપ્ટન બનેલા રોહિત શર્મા હવે વન-ડે ટીમનો કેપ્ટન બની ગયો છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે રાહુલ ચહર, શુભમન ગિલ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.
જ્યારે નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચહર, અરજન નગવાસવાલાને સ્ટેન્ડબાય પ્લેયર્સના રૂપમાં રાખવામાં આવ્યા છે.