Rohit Sharma News: ભારતીય ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના વન ડે અને ટી20 કેપ્ટન રોહિત શર્માએ ફીટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં દક્ષિણ આફ્રિકા પ્રવાસે ગયો નહોતો અને તેનું ટીમમાં કમબેક થશે. વ્હાઇટ બોલ ક્રિકેટના કેપ્ટન રોહિતના આવવાથી ટીમમાં ઘણું સંતુલન જોવા મળશે.
બુમરાહને આરામ અપાય તો કોને મળી શકે તક
જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા હર્ષલ પટેલ તથા અવેશ ખાનને પણ તક આપવામાં આવી શકે છે. જ્યારે અક્ષર પટેલને પણ મોકો મળી શકે છે.
કોનું કપાઈ શકે છે પત્તું
સાઉથ આફ્રિકા પ્રવાસમાં કંગાળ દેખાવ કરનારા સીનિયર બોલર ભુવનેશ્વર કુમાર અને આર અશ્વિનની બાદબાકી કરવામાં આવી શકે છે. સાઉથ આફ્રિકામાં ભારતના કંગાળ દેખાવ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના પુનરાગમનની ચર્ચા પણ શરૃ થઈ છે. યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર ટીમ મેનેજમેન્ટની આશા પર ખરો ઉતરી શક્યો નહતો.
ક્યારે થઈ શકે છે ટીમ જાહેર
ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. ત્રણેય વન ડે મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રણ ટી-20 કોલકાતામાં આયોજીત થશે. ભારતીય પસંદગીકારો ચાલુ સપ્તાહે જ વિન્ડિઝ સામેની વન ડે શ્રેણીની ટીમની જાહેરાત કરી દેશે તેમ લાગી રહ્યું છે. વર્ષ 2022માં પ્રથમ જીત મેળવવા માટે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાનું છે.