ભારતીય ટીમ આગામી 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવા જઇ રહી છે. ટેસ્ટ સીરીઝ પહેલા ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી રોહિત શર્મા બહાર થયો છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. તેના સ્થાને પ્રિયાંક પંચાલને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે બોલાવવામાં આવ્યો છે. પ્રિયાંક ભારતની A ટીમનો કેપ્ટન છે. ટીમના નિષ્ણાત રાઘવેન્દ્ર પાસેથી થ્રો-ડાઉન લેતી વખતે રોહિતને ઈજા થઈ હતી.
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરાઈ હતી
આ પહેલા સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરાઈ હતી જેમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, શ્રેયસ ઐય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ સામેલ છે.
ત્રણ દિવસ મુંબઇમાં ક્વૉરન્ટાઇ રહેશે ટીમ ઇન્ડિયા-
ભારતીય ટીમ આગામી 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવા જઇ રહી છે. ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જાય તે પહેલા તેમને ક્વૉરન્ટાઇનમાંથી પસાર થવુ પડશે. રિપોર્ટ છે કે, ભારતીય ટીમ 15 ડિસેમ્બરે ચાર્ટર્ડ પ્લેનથી દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ જવા રવાના થશે, આ ટીમ ઇન્ડિયાના તમામ સભ્યોને મુંબઇમાં ત્રણ દિવસ માટે ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ક્રિકેટ ટીમો ચુસ્ત બાયૉ બબલ સાથે ક્રિકેટ રમી રહી છે, પરંતુ તેમ છતાં એમિક્રૉનનો ખતરો દક્ષિણ આફ્રિકન દેશોમા વધુ છે.
ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)