તે સિવાય વન-ડેમાં નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીને ખેલભાવના માટે 2019 Spirit of Cricket Award આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ વર્લ્ડકપ દરમિયાન દર્શકોને સ્ટિવ સ્મિથની હૂટિંગ નહી કરવાની અપીલ કરી હતી. સ્મિથ બોલ ટેમ્પરિંગ મામલા બાદ વાપસી કરી રહ્યો છે.
ઉપરાંત ઝડપી બોલર દીપક ચહરને ટી-20 ક્રિકેટમાં પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. નવેમ્બરમાં દીપક ચહરને બાંગ્લાદેશ વિરુદ્ધ નાગપુર ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ફક્ત છ રન આપીને હેટ્રિક સહિત સાત વિકેટ ઝડપી હતી. ચહર ભારત તરફથી ટી-20 ઇન્ટરનેશનલમાં હૈટ્રિક લેનાર પ્રથમ બોલર છે. સાથે આ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં કોઇ પણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ઇગ્લેન્ડના શાનદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 2019 માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીના વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. સ્ટોક્સની શાનદાર ઇનિંગની મદદથી જ ઇગ્લેન્ડે પ્રથમવાર વર્લ્ડકપ જીત્યો હતો.