Rohit Sharma's Gully Cricket: દક્ષિણ આફ્રિકાની ટીમ હાલના દિવસોમાં ભારતના પ્રવાસે છે અને બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ માટે સિનિયર ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી સહિત ઘણા ખેલાડીઓ આ શ્રેણીનો ભાગ નથી. આવી સ્થિતિમાં આ ખેલાડીઓ અલગ-અલગ જગ્યાએ રજાઓ માણી રહ્યા છે. થોડા દિવસો પહેલા રોહિત શર્મા માલદીવ ગયો હતો, તેણે પોતાની ટ્રિપના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.


સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલઃ
હવે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય કેપ્ટન ગલી ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. રોહિત મુંબઈના વર્લી વિસ્તારમાં કેટલાક લોકો સાથે ક્રિકેટ રમી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હિટમેન બેટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન કોઈ તેનો વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં રોહિત ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે.






IPL 2022માં પ્રદર્શનઃ
હાલમાં જ રોહિત શર્મા IPL 2022માં જોવા મળ્યો હતો. જોકે આ સિઝનમાં રોહિત અને તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. IPLની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે 14માંથી માત્ર 4 મેચ જીતી હતી. મુંબઈ પોઈન્ટ ટેબલમાં 10મા ક્રમે રહ્યું હતું. જ્યારે રોહિત શર્માએ 14 મેચમાં 19.14ની એવરેજ અને 120.17ની સ્ટ્રાઈક રેટથી 268 રન બનાવ્યા છે. હિટમેને આ સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી નથી. તેનો સર્વોચ્ચ સ્કોર 48 રન હતો.


આ પણ વાંચોઃ


IND vs SA: ભારતે હારની હેટ્રિક ટાળી, દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવી ત્રીજી મેચ જીતી, વાંચો હાઈલાટ્સ