IPL Media Rights 2023-27: 5 વર્ષ માટે 2023 થી 2027 સુધી આઈપીએલની મેચોના પ્રસારણના હકોની હરાજી કરવામાં આવી છે. આ હરાજી આજે પુર્ણ થઈ છે અને હરાજીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ હરાજીમાં ટીવી પર આઈપીએલની મેચોના પ્રસારણના રાઈટ્સ સ્ટાર ઈન્ડિયાએ ખરીદી લીધા છે. જ્યારે ડિજીટલ પ્રસારણના રાઈટ્સ વાયાકોમ18 એ ખરીદ્યા છે. આ સાથે દુનિયામાં પ્રસારીત થતી લીગ મેચોમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ દુનિયાની બીજા નંબરની સૌથી મોંઘી લીગ બની ગઈ છે. 


રાઈટ્સ માટે 4 ગ્રુપમાં બોલી લગાવાઈઃ
આ વખતે BCCIએ 4 ગ્રુપમાં મીડિયા રાઈટ્સ વેચવાનો નિર્ણય કર્યો હતો. પહેલા ગ્રુપમાં ભારતમાં ટીવી મીડિયા રાઈટ્સ હતા અને આ રાઈટ્સ માટે 23,575 કરોડ રુપિયાની બોલી લગાવામાં આવી હતી. બીજા ગ્રુપમાં ઓટીટી પ્લેટફોર્મ એટલે કે ડિજીટલ રાઈટ્સનું હતું અને ડિજીટલ રાઈટ્સમાં 20,500 કરોડ રુપિયાની બોલી લગાવાઈ હતી. ત્રીજા ગ્રુપની સ્પેશયલ કેટેગરીના મેચ માટે હતી જેના માટે 3,258 કરોડ રુપિયાની બોલી લગાવામાં આવી હતી. જ્યારે અંતિમ ચોથા ગ્રુપમાં વિદેશી બ્રોડકાસ્ટ રાઈટ્સ માટે હતી જેના માટે 1,057 કરોડ રુપિયાની બોલી લગાવામાં આવી હતી.










અલગ-અલગ કંપનીને મળ્યા રાઈટ્સઃ
ટીવી અને ડિજિટલ પ્રસારણના રાઈટ્સ અલગ-અલગ કંપનીઓને આપવામાં આવ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સે આઈપીએલની મેચોના ટીવી રાઈટ્સ 23,575 કરોડ રુપિયાની બોલી લગાવીને જીત્યા છે અને વાયાકોમ 18 એ ડિજિટલ રાઈટ્સ એટલે કે OTT પ્લેટફોર્મ પર પ્રસારણ કરવાના રાઈટ્સ 20,500 કરોડ રુપિયાની બોલી લગાવીને જીત્યા છે. બીજી તરફ, Viacom18એ સ્પેશિયલ કેટેગરીના અધિકારો અને Viacom18 અને Times Internetએ વિદેશી મીડિયા રાઈટ્સ ખરીદ્યા છે.