Most Double Hundreds in List-A: પૃથ્વી શૉએ રોયલ લંડન વનડે કપમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. રોયલ લંડન વન ડે કપમાં નોર્થમ્પટનશાયર તરફથી રમતી વખતે પૃથ્વી શૉએ 153 બોલમાં 244 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 28 ફોર અને 11 સિક્સર ફટકારી હતી. જોકે, પૃથ્વી શૉએ શાનદાર બેવડી સદી ફટકારીને એક મોટો રેકોર્ડ હાંસલ કર્યો છે. વાસ્તવમાં, પૃથ્વી શૉ લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.
રોહિત શર્માએ લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી છે
લિસ્ટ-એ ક્રિકેટમાં અત્યાર સુધીમાં પૃથ્વી શૉ 2 વખત બેવડી સદીનો આંકડો પાર કરી ચૂક્યો છે. લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં તે બીજા સ્થાને છે. તો બીજી તરફ, રોહિત શર્મા આ યાદીમાં પ્રથમ નંબર પર છે. રોહિત શર્મા લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. રોહિત શર્માએ લિસ્ટ-એ ક્રિકેટમાં 3 બેવડી સદી ફટકારી છે. આ રીતે, ભારત માટે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા અને પૃથ્વી શૉ ટોચ પર છે.
આવી રહી મેચની સ્થિતિ
તો બીજી તરફ પૃથ્વી શૉની શાનદાર ઇનિંગ્સને કારણે નોર્થમ્પટનશાયરએ સમરસેટ સામે 50 ઓવરમાં 8 વિકેટે 415 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ રીતે સમરસેટને જીતવા માટે 416 રનનો ટાર્ગેટ છે. નોર્થમ્પટનશાયર માટે પૃથ્વી શો ઉપરાંત સેમ વ્હાઇટમેને 51 બોલમાં 54 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. સમરસેટ તરફથી જે બ્રુકે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે ડેની લમ્બે 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય શોએબ બશીર અને જ્યોર્જ થોમસને 1-1 સફળતા મળી હતી. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં પૃથ્વી શોનું પ્રદર્શન સારુ રહ્યું નહોતુ. ત્યાર બાદ તેણે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું હતું.