Rohit Sharma: સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપતાં રોહિત શર્મા આ મુદ્દે ફસાઈ ગયો, ટ્વિટર પર થયો ટ્રોલ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલ બ્રેક પર છે અને હવે રોહિત શર્મા એશિયા કપમાં રમતો જોવા મળશે.

Continues below advertisement

Rohit Sharma trolled: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલ બ્રેક પર છે અને હવે રોહિત શર્મા એશિયા કપમાં રમતો જોવા મળશે. એશિયા કપ યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થવાનો છે, જેમાં રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. આ દરમિયાન રોહિત શર્માને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપતો ફોટો શેર કરવો ભારે પડી ગયો છે અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

Continues below advertisement

ફોટો એડિટ કરીને શેર કરતાં ટ્રોલ થયો રોહિતઃ

ગઈકાલે 15મી ઓગસ્ટના રોજ રોહિત શર્માએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે હાથમાં તિરંગા સાથેનો ફોટો શેર કર્યો હતો. જો કે, રોહિતના ફેન્સે તેના તિરંગા સાથેના ફોટોમાં એક ભૂલ શોધી કાઢી હતી. સોશિયલ મીડિયા પર ફોટો ઝૂમ કરતી વખતે ચાહકોએ લખ્યું કે, આ તસવીરને એડિટ કરવામાં આવી છે. હવે રોહિતના આ ફોટોને લઈ ટ્વીટર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

ટ્વીટર પર ટ્રોલ થયો રોહિત શર્માઃ

રોહિત શર્માના ફોટોનો ઉલ્લેખ કરતા ફેન્સે લખ્યું કે, હેપ્પી ફોટોશોપ કેપ્ટન. તેમજ કેટલાક ચાહકોએ લખ્યું કે, મને લાગ્યું કે માત્ર ધ્વજને એડિટ કરવામાં આવ્યો છે, પરંતુ તેની સ્ટીકને પણ એડિટ કરવામાં આવી છે. કેટલાક લોકોએ લખ્યું કે આ વ્યક્તિ પાસે લાખો રૂપિયા છે, પરંતુ તે ઝંડો ખરીદી શક્યો નથી અને તેને ફોટોશોપ કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ

IPL: CSK સાથેના મતભેદ બાદ જાડેજાને પોતાની ટીમમાં લેવા માટે આ ત્રણ ફ્રેંચાઈજી વચ્ચે થઈ શકે છે હરીફાઈ

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલ સામે વાત કરતા યુવક થઈ ગયો ભાવુક, જુઓ બે હાથ જોડીને શું કરી વિનંતી

ITBP Bus Accident: ITBP જવાનોની બસને કાશ્મીરમાં નડ્યો અકસ્માત, 6 જવાનોના મોત

Continues below advertisement
Sponsored Links by Taboola