સેમસને માત્ર 19 બોલમાં 6 સિક્સ અને એક ફોરની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આઈપીએલમાં સેમસનની આ 11મી અડધી સદી છે. સેમસને માત્ર 32 બોલમાં એક ફોર અને 9 સિક્સની મદદથી 74 રન બનાવ્યા હતા.
તેની સ્ટ્રાઈક રેટ 321.25ની હતી. આઈપીએલમાં સેમસનના નામે 94 મેચોમાં 2282 રન થઈ ગયા છે. સેમસને બીજી વિકેટ માટે સ્ટીવ સ્મિથ સાથે 212 રનોની ભાગીદારી પણ નોંધાવી હતી.