RR vs RCB: રાજસ્થાનની ટીમ 59 રનમાં ઓલઆઉટ, પાર્નેલની 3 વિકેટ

RR vs RCB IPL 2023 LIVE Score: IPL 2023ની 60મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 14 May 2023 06:26 PM
બેંગ્લોરે રાજસ્થાનને ખરાબ રીતે હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 112 રને હરાવ્યું. બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 59 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તે IPLની આ સિઝનમાં સૌથી ઓછા સ્કોર કરનારી ટીમ બની ગઈ છે.

રાજસ્થાનને 7મો ફટકો લાગ્યો

રાજસ્થાન રોયલ્સની 7મી વિકેટ પડી. રવિચંદ્રન અશ્વિન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. ટીમે 8 ઓવર પછી 7 વિકેટ ગુમાવીને 50 રન બનાવી લીધા છે. રાજસ્થાનને જીતવા માટે 72 બોલમાં 122 રનની જરૂર છે.

રાજસ્થાનને છઠ્ઠો ઝટકો લાગ્યો

રાજસ્થાન રોયલ્સની છઠ્ઠી વિકેટ પડી. ધ્રુવ જુરેલ 1 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેસવેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમે 7 ઓવરમાં 31 રન બનાવ્યા છે. રાજસ્થાનને જીતવા માટે 78 બોલમાં 141 રનની જરૂર છે.

રાજસ્થાનને પાંચમો ફટકો લાગ્યો

રાજસ્થાન રોયલ્સની પાંચમી વિકેટ પડી. જો રૂટ 15 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. પાર્નેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. રાજસ્થાને 5.3 ઓવરમાં 28 રન બનાવી લીધા છે. ટીમને જીતવા માટે 85 બોલમાં 144 રનની જરૂર છે.

રાજસ્થાનને ચોથો ઝટકો લાગ્યો

રાજસ્થાન રોયલ્સની ચોથી વિકેટ પડી. દેવદત્ત પડિક્કલ 4 રન બનાવીને આઉટ થયો હતો. બ્રેસવેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે શિમરોન હેટમાયર બેટિંગ કરવા પહોંચ્યો છે.

રાજસ્થાનનો સ્કોર 2 ઓવર પછી 11 રન

રાજસ્થાન રોયલ્સે 2 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 11 રન બનાવ્યા છે. જો રૂટ 4 અને દેવદત્ત પડિકલ 4 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાનને 18 ઓવરમાં જીતવા માટે હજુ 161 રનની જરૂર છે. રાજસ્થાનના બન્ને ઓપનર ઝીરો પર આઉટ થયા છે. જ્યારે સેમસન 4 રન બનાવી આઉટ થયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આ દરમિયાન મેક્સવેલ અને ડુપ્લેસિસે અડધી સદી ફટકારી હતી. અનુજ રાવત 11 બોલમાં 29 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. રાજસ્થાન તરફથી એડમ ઝમ્પા અને કેએમ આસિફે 2-2 વિકેટ લીધી હતી. સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી.

આરસીબીનો સ્કોર 100 રનને પાર

આરસીબીનો સ્કોર 100 રનને પાર કરી ગયો. ટીમે 14 ઓવર બાદ 1 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. ડુપ્લેસીસ 45 રન અને મેક્સવેલ 41 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને વચ્ચે 57 રનની ભાગીદારી થઈ છે.

આરસીબીએ 8 ઓવરમાં 61 રન બનાવ્યા

આરસીબીએ 8 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસ 26 બોલમાં 33 રન રમી રહ્યો છે. ગ્લેન મેક્સવેલે 3 બોલમાં 8 રન બનાવ્યા છે. કોહલી 18 રન બનાવી આઉટ.

આરસીબીએ 4 ઓવરમાં 29 રન બનાવ્યા

આરસીબીએ 4 ઓવર પછી કોઈપણ નુકસાન વિના 29 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 11 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસ 16 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાનના બોલરો વિકેટની શોધમાં છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવન

 ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (WK), માઈકલ બ્રેસવેલ, વેઈન પાર્નેલ, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ

રાજસ્થાન રોયલ્સ ટીમની પ્લેઇંગ-11

સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, એડમ ઝેમ્પા, સંદીપ શર્મા, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ

બ્રેકગ્રાઉન્ડ

Rajasthan Royals vs Royal Challengers Bangalore, IPL 2023 Match 60: આજની પ્રથમ મેચમાં, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમો આમને-સામને થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ સિઝનમાં બીજી વખત બંને ટીમો આમને-સામને થશે. અગાઉ જ્યારે બંને વચ્ચે મેચ રમાઈ હતી ત્યારે રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો. આવી સ્થિતિમાં RCB આજે પાછલી હારનો બદલો લેવા માંગશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.