RR vs SRH Live Score: હૈદરાબાદે રાજસ્થાનને 4 વિકેટથી આપી હાર, સંદીપ શર્માનો નો બોલ ભારે પડ્યો

આ સિઝનની ચોથી મેચમાં બંને ટીમો આમને-સામને હતી, જેમાં રાજસ્થાને હૈદરાબાદને 72 રને હરાવ્યું હતું.

gujarati.abplive.com Last Updated: 07 May 2023 11:35 PM
હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે હરાવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને બે વિકેટે 214 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં હૈદરાબાદે છ વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા અને મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. અબ્દુલ સમદે છેલ્લા બોલે સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ પહેલા સંદીપ શર્માએ તેને આઉટ કર્યો હતો, પરંતુ તે નો-બોલ હતો અને સમદે ફ્રી હિટમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી

સનરાઇઝર્સ હૈદરાબાદની પહેલી વિકેટ 51 રનના સ્કોર પર પડી હતી. અનમોલપ્રીત સિંહ 25 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં એક સિક્સર અને ચાર ફોર ફટકારી હતી. પાવરપ્લેમાં હૈદરાબાદે એક વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા હતા. 

હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ

રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા હતા. હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો છે. સંજૂ સેમસને અણનમ 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બટલરે 95 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 

રાજસ્થાનની બીજી વિકેટ પડી

રાજસ્થાન રોયલ્સની બીજી વિકેટ 192 રનના સ્કોર પર પડી હતી. જોસ બટલર 59 બોલમાં 95 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જો કે, તે IPLમાં તેની છઠ્ઠી સદીથી ચૂકી ગયો હતો. 

રાજસ્થાનનો સ્કોર 150 રનને પાર

રાજસ્થાન રોયલ્સનો સ્કોર એક વિકેટના નુકસાને 150 રનને પાર થયો  છે. સંજુ સેમસન અને જોસ બટલર વચ્ચે સદીની ભાગીદારી થઈ છે.   બટલર અડધી સદી સાથે રમી રહ્યો છે.  16 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર એક વિકેટે 168 રન છે.

રાજસ્થાનની પ્રથમ વિકેટ પડી

પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સની પ્રથમ વિકેટ 54 રનના સ્કોર પર પડી હતી. યશસ્વી જયસ્વાલ 18 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 

રાજસ્થાનની બેટિંગ શરૂ

રાજસ્થાન રોયલ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે.  હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવર કરી હતી. 2 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વગર 26 રન છે.

રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

આજે IPL 2023ની 52મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બ્રેકગ્રાઉન્ડ

RR vs SRH: આજે IPL 2023ની 52મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિઝનની ચોથી મેચમાં બંને ટીમો આમને-સામને હતી, જેમાં રાજસ્થાને હૈદરાબાદને 72 રને હરાવ્યું હતું. આ મેચમાં હૈદરાબાદનો કેપ્ટન ભુવનેશ્વર કુમાર હતો. સેમસને ટોસ દરમિયાન કહ્યું, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. 



રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકિપર), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, મુરુગન અશ્વિન, સંદીપ શર્મા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.


સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, માર્કો જેન્સેન, વિવંત શર્મા, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.