આ અગાઉ બંને વખત ફાઈનલમાં બંગાળને માત આપી હતી. સૌરાષ્ટ્ર પ્રથમ દાવમાં 425 રનમાં ઓલઆઉટ થયું હતું. ત્યારે તેના જવાબમાં બંગાળ 381 રન જ કરી શક્યું હતું. નિયમ અનુસાર મેચ ડ્રો થાય તો ફર્સ્ટ ઈનિંગ્સ લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવે. સૌરાષ્ટ્રે બીજી ઈનિંગ્સમાં 4 વિકેટે 105 રન કર્યાં હતા. ત્યાર બાદ ટી-બ્રેક સમયે બંને કપ્તાને હાથ મિલાવી લીધા હતા.
સૌરાષ્ટ્રની ટીમે ઈતિહાસ રચ્યો, ફાઇનલમાં બંગાળને હરાવીને પહેલીવાર રણજી ટ્રોફી પર કબજો જમાવ્યો
1936-37માં બર્ટ વેન્સ્લી નામના બ્રિટિશ સરકારના અધિકારીએ નવાનગરની કેપ્ટનશીપ કરીને ટીમને ફાઈનલમાં બંગાળ સામે રણજી ચેમ્પિયન બનાવી હતી. જ્યારે 1943-44માં બ્રિટિશ સરકારના કેપ્ટન હર્બર્ટ બેરેટે જામસાહેબ રણજીતસિંહના આગ્રહથી વેસ્ટર્ન ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી અને બંગાળ સામે ફાઇનલમાં ટીમ જીતી હતી.