શેન વોર્નના અચાનક થયેલા નિધનથી ભારત સહિત વિશ્વભરના ક્રિકેટ પ્રેમી લોકો શોકમાં છે. દિગ્ગજ બોલર શેન વોર્ન વિશે લખેલા શોક સંદેશામાં ભારતના ક્રિકેટરોએ તેને જાદુગર બોલર કહ્યો છે. ઘણા ભારતીયો શેન વોર્નને એક સારા સ્પિન બોલર અને રાજસ્થાન રોયલના પ્રથમ કેપ્ટન તરીકે ચાહે છે. શેન વોર્ને ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે જે આજે પણ કોઈ તોડી નથી શક્યું. શેન વોર્ને કુલ 145 ટેસ્ટ મેચ રમી છે જેમાં 25.41ની રેટથી 708 વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ મુથૈયા મુરલીધરનની 800 વિકેટ પછી બીજી ખેલાડી દ્વારા લેવાયેલી સૌથી વધુ વિકેટ છે.


ભારત કનેક્શનઃ


શેન વોર્નનું ભારત કનેક્શન જોઈએ તો, શેન વોર્ને પોતાના કરિયરની શરુઆત જાન્યુઆરી 1992માં સિડની ટેસ્ટ મેચથી કરી હતી. આ સિડની ટેસ્ટ મેચ ભારત સામે રમાઈ રહી હતી. શેન વોર્ને પોતાની પહેલી વિકેટ ભારતના દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીને આઉટ કરીને ઝડપી હતી. આ પ્રથમ વિકેટ બાદ શેન વોર્ને પાછું વળીને નથી જોયું અને સતત નવા રેકોર્ડ બનાવ્યા હતા. શેન વોર્ને પોતાની છેલ્લી મેચ 2007માં રમી હતી. વોર્ન 1999માં ઓસ્ટ્રેલિયન ટીમના ઉપ કેપ્ટન પણ બન્યા હતા. પરંતુ ક્યારેય કેપ્ટન નહોતા બન્યા.


રાજસ્થાન રોયલ્સઃ


શેન વોર્નને ભારતમાં IPLની રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન તરીકે પણ યાદ કરવામાં આવે છે. 2008માં શેન વોર્નની કેપ્ટનશીપમાં જ રાજસ્થાન રોયલ્સ  IPLની પ્રથમ સીઝનમાં જ ચેમ્પિયન બન્યું હતું. ફાઈનલ મેચમાં શેન વોર્નની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગની ટીમને હરાવી રાજસ્થાન ચેમ્પિયન બન્યું હતું. શેન વોર્ને 29 આઈપીએલ મેચ રમી જેમાં 25.9ની એવરેજથી 57 વિકેટ ઝડપી હતી. 


આ પણ વાંચોઃ


બોલ ઓફ ધ સેંચુરી ફેંકનાર એ ક્રિકેટર, જેના બોલ પર નાચતા બેટ્સમેન- જુઓ શેન વોર્નના એ ખાસ બોલનો વીડિયો


Shane Warne Death: શેન વોર્નનું થાઈલેન્ડમાં નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ, જાણો તેમના વિશે