CA Tribute to Shane Warne: વર્લ્ડ ક્રિકેટના મહાનત્તમ ક્રિકેટરોમાંથી એક ઓસ્ટ્રેલિયાના દિવંગતન દિગ્ગજ સ્પીનર શેન વૉર્નને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સન્માનિત કરવા માટે મોટો ફેંસલો લીધો છે. ખરેખરમાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પોતાના બીજા સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્ટ્રેલિયા પુરુષ ટેસ્ટ પ્લેયર ઓફ ધ ઇયર એવોર્ડ હવે શેન વૉર્નના નામ પરથી રાખવામાં આવ્યો છે. હવે આ એવોર્ડનુ નામ શેન વૉર્ન ટેસ્ટ પ્લેયર ઓફ ધ ઇયર રહેશે. 


શેન વૉર્નના નામ પર આપવામાં આવશે ટેસ્ટ પ્લેયર ઓફ ધ ઇયર એવોર્ડ  -
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એ ફેંસલો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની બીજી બૉક્સિંગ ડે ટેસ્ટ પહેલા કર્યો છે, શેન વૉર્ન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સન્માનિત પુરસ્કારને પોતાના કેરિયરમાં એકવાર જીતી ચૂક્યો છે, તેને 2005માં એશીઝમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 40 વિકેટો ઝડપ્યા બાદ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ઇયરનો પુસ્કાર આપવામાં આવ્યો હતો. 


આ વર્ષે શેન વૉર્ને કહ્યું દુનિયાને અલવિદા - 
શેન વૉર્ન દુનિયાના સૌથી સન્માનિત ક્રિકેટરમાંથી એક હતો, તેને આ વર્ષ દુનિયાને 4 માર્ચે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ, દક્ષિણી થાલેન્ડના સામુદ્રી દ્વીપ પર તેનુ નિધન થયુ હતુ. તેને ક્રિકેટની દુનિયાનો જાદુઇ બૉલર ગણવામાં આવતો હતો. 


નોંધનિય છે કે વોર્ને તમના 15 વર્ષના ક્રિકેટ કેરિયરમાં આ મેદાન પર ઘણી યાદગાર ક્ષણો વિતાવી છે. તેમણે આ મેદાન પર 2006માં બોક્સિંગ ડે પર 700મી ટેસ્ટ વિકેટ લીધી હતી, જ્યારે તેમણે ઈંગ્લેન્ડમા કેપ્ટન સ્ટ્રોસને આઉટ કર્યો હતો,


શેન વૉર્ને ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટ રમી, જેમાં 708 વિકેટો લીધી, ટેસ્ટમાં તેનુ બેસ્ટ પરફોર્મન્સ 71 રન આપીને 8 વિકેટો રહી. તેને 194 વનડે મેચોમાં પણ ઓસ્ટ્રેલિયા માટે રમી જેમાં 293 વિકેટો ઝડપી હતી, વનડેમાં તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 33 આપીને 5 વિકેટો આઉટ કરવાનુ રહ્યું. આ ઉપરાંત વૉર્ન ટેસ્ટમાં 3154 અને વનડેમાં 1018 રન બનાવ્યા હતા.


 


 


હૉટલના રૂમમાંથી પોલીસને મળ્યા હતા લોહીના ડાઘા - ધબ્બા 
આ પહેલા થાઇલેન્ડ પોલીસને શેન વૉર્નના રૂમમાંથી લોહીના ડાઘા -ધબ્બા મળ્યા હતા. ખાસ વાત છે કે શેન વૉર્ન અચેતન અવસ્થામાં થાઇલેન્ડમાં પોતાના રૂમમાંથી બેભાન હાલતમાં મળ્યો હતો. તેને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત પહેલાથી જ સામે આવી ચૂકી છે, અને હવે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 


થાઈલેન્ડ પોલીસનુ કહેવુ છે કે, વોર્નનુ જે વિલામાં મોત થયુ હતુ ત્યાંથી લોહી મળી આવ્યુ છે.શેન વોર્નની મોત બાદ સ્થાનિક પોલીસે નિવેદનમાં કહ્યુ હતુ કે, વિલામાં મોટા પાયે લોહીના ધબ્બા મળી આવ્યા છે.કદાચ સીપીઆર આપવાના કારણે શેન વોર્નના મોઢામાંથી લોહી નિકળ્યુ હોય તેવુ બની શકે છે. થાઈલેન્ડ પોલીસના કહેવા પ્રમાણે શેન વોર્નને એટેક આવ્યો તે પહેલા તેમને છાતીમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો.વિલામાં જ્યારે તે મળી આવ્યા ત્યારે તેમને સીપીઆર આપવામાં આવ્યો હતો. દુનિયાના મહાન સ્પીનર શેન વૉર્નનુ 52 વર્ષની ઉંમરમાં જ નિધન થઇ ગયુ છે. તેના બૉલને રમવા દુનિયાના કોઇપણ બેટ્સમેન માટે આસાન ન હતા. કેમ કે ઓસ્ટ્રેલિયન બૉલર શેન વૉર્નને ક્રિકેટની દુનિયાનો જાદુય સ્પીનર કહેવામાં આવતો હતો. શેન વૉર્ન પોતાની ક્રિકેટ કેરિયરમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.