શોએબ અખ્તરે આ વીડિયો એવા સમયમાં સામે આવ્યો છે જ્યારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદા પર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. વાસ્તવમાં નાગરિકતા કાયદાને લઇને પ્રદર્શનકારીઓ દ્ધારા એ કહેવામાં આવી રહ્યું છે કે આ કાયદો ભારતના મુસલમાનો વિરુદ્ધ છે. જ્યારે સરકાર કહી ચૂકી છે આ કાયદો કોઇ ભારતીય નાગરિક વિરુદ્ધ નથી. આ કાયદો નાગરિકતા આપનારો છે. નાગરિકતા લેનારો નથી.
અખ્તરે કહ્યુ કે, મારા કરિયરમાં બે-ત્રણ લોકો સાથે ઝઘડો થયો હતો. જ્યારે તેમણે કરાંચી, પેશાવર અને પંજાબની વાત કરી તો મને ખૂબ ગરમી આવે છે. કોઇ હિંદુ છે તે રમશે. એ હિંદુએ ટેસ્ટ સીરિઝ જીતાડી. જેની સામે ચેટ શોમાં રહેતા ડોક્ટર રિયાઝે કહ્યું કે, દાનિશ કનેરિયા સીરિઝ જીતાડી. બાદમાં શોએબે કહ્યુ કે, કેટલાક ખેલાડીઓએ મને કહ્યુ કે, આ (દાનિશ)અહીંથી જમવાનું કેમ લઇ રહ્યો છે. મે તેને કહ્યું કે, હું તને ઉઠાવીને બહાર ફેંકી દઇશ. કેપ્ટન હોઇશ તું તારા ઘરનો. તે છ-છ વિકેટ લઇ રહ્યો છે. ઇગ્લેન્ડમાં દાનિશ અને શમીએ અમને સીરિઝ જીતાડી હતી. દાનિશ હિંદુ હતો એટલા માટે તેમની સાથે અન્યાય થયો હતો. કેટલાક પ્લેયર્સને એ વાતનો વિરોધ હતો કે તે અમારી સાથે કેમ જમવાનું જમે છે.