રાવલપિંડીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનના બોલરોને આડે હાથ લીધા છે. તેણે કહ્યું, એડિલેડ ઓવલની પિચ પર કેવી રીતે વિકેટ લેવી તે પાકિસ્તાની બોલરને ખબર નથી. ઓસ્ટ્રેલિયાએ મેચ બીજા દિવસે 3 વિકેટના નુકસાન પર 589 રન બનાવી ડિકલેર કરી હતી. ડેવિડ વોર્નરે અણનમ 335 અને માર્નસ લાબુશાને 166 રનની ઈનિંગ રમી હતી.

જેના જવાબમાં ત્રીજા દિવસે  પાકિસ્તાને 8 વિકેટના નુકસાન પર 250 રન બનાવ્યા છે. બાબર આઝમ 97 રને આઉટ થયો હતો. યાસિર શાહ 86 રને બેટિંગમાં છે.

શોએબે સોશિયલ મીડિયા પર લખયું, આ પિચ પર કેવી રીતે વિકેટ લેવી તે બોલરોને ખબર નથી. ઓસ્ટ્રેલિયા દ્વારા ઈનિંગ ડિકલેર કરવામાં તથા બેટ્સમેનો દ્વારા વિકેટ ફેંકવાની બોલરો રાહ જોઈ રહ્યા હતા. આવું નથી થતું ભાઈ.


આજથી ફોન પર વાત કરવી થશે મોંઘી, બેંક-વીમા સાથે સંકળાયેલા આ નિયમ પણ બદલાશે

ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત

ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી