Asia Cup 2022: શ્રેયસ અય્યરને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું ન હતું. જો કે આ મહિને યોજાનાર એશિયા કપ રમવાની શ્રેયસ અય્યરની આશા હજી પણ જીવંત છે. છેલ્લી ક્ષણે શ્રેયસ અય્યરને એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી શકે છે.
શ્રેયસ અય્યરને દીપક ચહર સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. આ સાથે જ KL રાહુલ એશિયા કપ માટે ટીમમાં પરત ફર્યો છે. છેલ્લા ચાર મહિનાથી કેએલ રાહુલ ઈજાના કારણે ક્રિકેટ રમ્યો નથી. કેએલ રાહુલે UAE જતાં પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.
કેએલ રાહુલનો ફિટનેસ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, એશિયા કપ એક મોટી ટુર્નામેન્ટ છે. આ માટે તમામ ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. રાહુલ ઈજાગ્રસ્ત હોવાથી તેના માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી ખૂબ જ જરૂરી છે.
ટીમ ઈન્ડિયા સામે નવી મુશ્કેલી ઉભી થઈ શકે:
આ સિવાય ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કેએલ રાહુલ પણ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીસીસીઆઈ કોઈ પણ સંજોગોમાં કેએલ રાહુલની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માંગશે નહીં. જો કેએલ રાહુલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી શકતો નથી, તો શ્રેયસ અય્યરને એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરી શકાય છે. આમ
કેએલ રાહુલના બહાર જવાની સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સામે રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનરને લઈને એક નવી સમસ્યા ઉભી થશે. જોકે ટીમ ઈન્ડિયા પાસે તેના વિકલ્પો છે. એશિયા કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી રિષભ પંત, સૂર્યકુમાર યાદવ કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સંભાળી શકે છે.
આ પણ વાંચોઃ
RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?
'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા
'કોઇ પણ પેટ્રોલ-ડીઝલ મફત આપવાની જાહેરાત કરી દેશે ' PM મોદીના આ નિવેદન પર કેજરીવાલે શું કર્યો પલટવાર?