Simon Doull: ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર સિમોન ડૂલ હવે માત્ર કોમેન્ટેટરની ભૂમિકામાં જ જોવા મળે છે. તે સતત એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં તેણે લાઈવ કોમેન્ટ્રી દરમિયાન પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની સ્ટ્રાઈક રેટની ટીકા કરી હતી. આ પછી તેની પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર આમિર સોહેલ સાથે ઝઘડો થયો હતો.


ફરી એકવાર સિમોન ડૂલ ચર્ચામાં છે. આ વખતે ફરી તેણે પાકિસ્તાન પર જ મોટી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં રહેવું એ જેલમાં રહેવા જેવું છે. એકવાર તે પાકિસ્તાનમાં ફસાઈ ગયા પછી તેને ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું.


સિમોન ડૂલે કહ્યું કે બાબર આઝમના ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા, જેના કારણે તે જઈ પણ શકતા ન હતા. પછી તેણે ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે કોઈક રીતે તેણે પાકિસ્તાન છોડી દીધું. કિવી દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે તેને પાકિસ્તાનમાં ઘણી માનસિક યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો.


ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સિમોન ડૂલે પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝને કહ્યું, 'પાકિસ્તાનમાં રહેવું એ જેલમાં રહેવા જેવું છે. મને બહાર જવા દેવામાં આવ્યો ન હતો કારણ કે બાબર આઝમના ચાહકો મારી રાહ જોઈ રહ્યા હતા. મારે ઘણા દિવસો સુધી કંઈપણ ખાધા વગર પાકિસ્તાનમાં રહેવું પડ્યું. હું માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો હતો. પરંતુ ભગવાનનો આભાર કે કોઈક રીતે હું પાકિસ્તાનમાંથી બહાર નીકળી શક્યો.


ધોનીને થઇ છે આ ગંભીર ઇજા


આઇપીએલના અને ક્રિકેટના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના મુખ્ય કૉચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઇજા અંગે મોટો ખુલાસો કર્યો છે. ફ્લેમિંગે કહ્યું છે કે, ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઘૂંટણની ઈજા પહોંચી છે, અને તે પરેશાન છે, જેના કારણે તેને કેટલીક 'મૂવમેન્ટ'ની સમસ્યાઓ પણ આવી રહી છે. ખાસ વાત છે કે એક પછી એક ઇજાગ્રસ્ત ખેલાડીઓ મામલે ઝઝૂમી રહેલી ચેન્નાઇની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બૉલર સિસાન્ડા મગાલા ઈજાના કારણે બે અઠવાડિયા માટે બહાર થઈ ગયો છે. 


ગઇકાલે રાજસ્થાન સામે મળેલી ત્રણ રનથી હાર બાદ ચેન્નાઇના કૉચે મોટો ખુલાસો કર્યો છે, મેચ બાદ ચેન્નાઇની કૉચ ફ્લેમિંગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'તે (ધોની) ઘૂંટણની ઈજાથી પરેશાન રહે છે. જે તમે તેને કેટલીક હિલચાલ દરમિયાન જોઈ શકો છો. જેના કારણે તેને થોડી મુશ્કેલી પડી રહી છે. તેની ફિટનેસ પ્રૉફેશનલ ખેલાડી જેવી છે. તેને ટૂર્નામેન્ટ શરૂ થવાના કેટલાક મહિનાઓ પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેને રાંચીમાં નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી પરંતુ તે ચેન્નાઈ પહોંચ્યો તેના એક મહિના પહેલા પ્રી-સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, તે એક મહાન ખેલાડી છે. અમને ક્યારેય શંકા નથી. જોકે, ફ્લેમિંગે એ નથી કહ્યું કે, શું ધોની આ ઈજાને કારણે આગામી મેચોમાંથી બહાર થઈ શકે છે.