દુબઈઃ આઈપીએલની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સા 157 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયની શરૂઆત શાનદાર રહી. ડિકોક અને રોહિતે ટીમને સારૂ શરૂઆત અપાવી. પરંતુ ડિકોક 20 રન બનાવીને આઉટ થઈ ગયો. બેટિંગ માટે આવેલ સૂર્યકુમાર યાદવે રોહિતનો સારો સાથ નિભાવ્યો પરંતુ રન લેવાના ચક્કરમાં તેણે રોહિત પમાતો પોતાની વિકેટ ગુમાવી દીધી અને ત્યાર બાદ તેના ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે.

11મી ઓવરમાં મુંબઈની 90 રને બીજી વિકેટ પડી હતી. 19 રન પર સૂર્યકુમાર રન આઉટ થયો હતો. 11 ઓવરના પાંચમાં બોલ પર સૂર્યકુમારે ના પાડી હોવા છતાં રોહિત રન માટે દોડી નોનસ્ટ્રાઈક પર પહોંચી ગયો, રોહિતને બચાવવા માટે સૂર્યકુમાર ક્રિઝ બહાર નિકળી ગયો હતો અને રન આઉટ થયો હતો.








નોંધનીય છે કે, સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે. તેણે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે અનેક યાદગાર ઇનિંગ રમી છે. સૂર્યકુમાર યાદવે આઈપીએલની આ સીઝનમાં 16 મેચમાં 480 રન બનાવ્યા જેમાં તેણે 4 હાફ સેન્ચુરી પણ ફટકારી છે.