Rohit Sharma vs Hardik Pandya: હાર્દિક પંડ્યા IPL 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હશે. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માએ 11 સીઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી હતી. IPL 2013ની સિઝનમાં રોહિત શર્માને પ્રથમ વખત કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 આઈપીએલ ટાઈટલ જીત્યા હતા. પરંતુ શું રોહિત શર્માની ઈચ્છા વિરુદ્ધ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો? હવે રોહિત શર્માનું આગળનું પગલું શું હશે?
... તો શું રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી દેશે?
શું રોહિત શર્મા IPLમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે કે પછી કોઈ અન્ય રસ્તો અપનાવશે? સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ માને છે કે રોહિત શર્મા આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી શકે છે. એટલે કે તે મુંબઈ ઈન્ડિયન્સ છોડી દેશે. જો કે, આ દાવામાં કેટલી સત્યતા છે તે અંગે હાલમાં સત્તાવાર રીતે કહેવામાં આવ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર અટકળો ચાલુ છે. નોંધનીય છે તે, જ્યારથી રોહિતને કેપ્ટન પદેથી દૂર કરવામાં આવ્યો છે ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ નારાજ જોવા મળી રહ્યા છે.
હાર્દિક પંડ્યાની કારકિર્દી
જો હાર્દિક પંડ્યાની વાત કરીએ તો, તે પહેલીવાર IPL 2015માં રમ્યો હતો, તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ પછી, હાર્દિક પંડ્યાએ 6 સીઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમવાનું ચાલુ રાખ્યું. પરંતુ આઈપીએલ હરાજી 2022 પહેલા, હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિટેન કરવામાં આવ્યો ન હતો, ત્યારબાદ હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો ભાગ બન્યો. ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ IPL 2022 જીતી હતી. ત્યારબાદ IPL 2023 ફાઈનલમાં પહોંચી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો. આ રીતે ગુજરાત ટાઇટન્સ રનર્સઅપ રહી હતી. જો કે હવે ફરી એકવાર હાર્દિક પંડ્યા તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial