Temba Bavuma Flying Six: આ દિવસોમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડમાં રમાઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી મેચનો ત્રીજો દિવસ ચાલી રહ્યો હતો. આ મેચમાં સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપ કરી રહેલા ટેમ્બા બવુમાએ એવો શૉટ રમ્યો હતો જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ટેમ્બા બવુમા વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ વાળા ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર બાવુમાની હાઈટ 5 ફૂટ 4 ઈંચ છે. તેણે આટલી ઊંચાઈ સાથે જે શૉટ રમ્યો તે ખરેખર જોવા જેવો હતો. ટેમ્બા બવુમાનો આ શૉટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બાવુમાના આ શૉટને તમે વર્ષનો શૉટ પણ કહી શકો છો. વીડિયોમાં જોઈ શકાય છે કે બાવુમાએ ઓફ સાઇડ તરફ હવામાં શૉટ કર્યો અને બૉલ સીધો બાઉન્ડ્રી લાઇનની પાર ગયો. બાવુમાની આ સિક્સ ખરેખર જોવા જેવી છે.
પહેલી ઇનિંગમાં 191 રન પર સમેટાઇ દક્ષિણ આફ્રિકા, પછી શ્રીલંકા 42 પર ઢેર
આ મેચમાં શ્રીલંકાએ ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકા 191/10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન કેપ્ટન બાવુમાએ ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 70 રન બનાવ્યા. આ દરમિયાન અસિથા ફર્નાન્ડો અને લાહિરુ કુમારાએ સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય પ્રભાત જયસૂર્યા અને વિશ્વા ફર્નાન્ડોએ 2-2 વિકેટ લીધી હતી.
અહીંથી એવું લાગતું હતું કે, હવે મેચ આફ્રિકાના હાથમાંથી નીકળી જશે, પરંતુ બૉલરોએ આવું થવા દીધું નહીં. ઘરની ધરતીનો ફાયદો ઉઠાવીને આફ્રિકાના બૉલરોએ શ્રીલંકાને 42 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ સમયગાળા દરમિયાન શ્રીલંકાના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા, જેમાં હાઈ સ્કૉર 13 રન હતો.
આ ઇનિંગમાં માર્કો યાનસેને આફ્રિકા માટે કમાલ કરી હતી અને 7 વિકેટ લીધી હતી. બાકીની 2 વિકેટ ગેરાલ્ડ કૉએત્ઝીએ અને 1 વિકેટ કાગીસો રબાડાએ લીધી હતી. આ દરમિયાન યાનસેને 6.5 ઓવરમાં માત્ર 13 રન જ આપ્યા હતા.
આ પણ વાંચો
VIDEO: લાઇવ મેચમાં ભારતના ક્રિકેટરનું હાર્ટ એટેકથી મોત, મેદાન પર ઢળી પડ્યો, ઘટના કેમેરામાં કેદ...