South Africa Vs Afghanistan Score Live:દક્ષિણ આફ્રિકાની 182ના સ્કોર પર પાંચમી વિકેટ ગઇ, મોહમ્મદ નબીએ ડેવિડ મિલરને પેવેલિયન મોકલ્યો

South Africa Vs Afghanistan Score Live: દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચની અપડેટ મેળવો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Nov 2023 09:44 PM
SA vs AFG Live Score: દક્ષિણ આફ્રિકા જીતના માર્ગે

44 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5 વિકેટે 209 રન છે. રાસી વાન ડેર ડુસેન 67 અને ફેહલુકવાયો 88 બોલમાં 12 રને રમતમાં છે. દક્ષિણ આફ્રિકાને હવે 36 બોલમાં જીતવા માટે 36 રન બનાવવાના છે.

SA vs AFG Live: સાઉથ આફ્રિકાની ત્રીજી વિકેટ પડી, એડન માર્કરામ આઉટ

દક્ષિણ આફ્રિકાએ 24મી ઓવરમાં 116ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. એડન માર્કરામ 32 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. રાશિદ ખાને માર્કરામને પેવેલિયન મોકલ્યો હતો. હવે હેનરિક ક્લાસેન બેટિંગ કરવા આવ્યો છે.

SA vs AFG Live Score: દક્ષિણ આફ્રિકાનો સ્કોર 100ને પાર

21 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 વિકેટે 105 રન છે. રાસી વાન ડેર ડ્યુસેન અને એઇડન માર્કરામ અફઘાન સ્પિનરોને સારી રીતે રમી રહ્યા છે. ડ્યુસેન 16 અને માર્કરામ 23  પર  છે.

SA vs AFG 1st Innings Highlightsઅફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

SA vs AFG 1st Innings Highlights: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ રમત રમ્યા બાદ અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને 245 રનનો ટાર્ગેટ આપ્યો છે. અફઘાનિસ્તાન માટે ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 97 રનની અણનમ ઈનિંગ રમી હતી. જોકે, તે સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. સાઉથ આફ્રિકાના બોલરો એક છેડેથી વિકેટ લેતા રહ્યા, પરંતુ બીજા છેડે ઉમરઝાઈ મક્કમ રહ્યા અને વન મેન આર્મી સાબિત થયા. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે કેશવ મહારાજ અને લુંગી નગીદીએ બે-બે વિકેટ લીધી હતી.

SA vs AFG Live Score:અફઘાનિસ્તાનનો સ્કોર 64-3

17 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 64 રન છે. રહમત શાહ 25 બોલમાં 14 અને ઉમરઝાઈ 18 બોલમાં પાંચ રન બનાવીને રમી રહ્યા છે. બંને વચ્ચે 19 રનની ભાગીદારી છે.

SA vs AFG Live Score: અફઘાનિસ્તાનનો સ્કોર 50ને પાર

અફઘાનિસ્તાનનો સ્કોર 13 ઓવરમાં 50ને પાર કરી ગયો છે. 13 ઓવર પછી ટીમનો સ્કોર 3 વિકેટે 51 રન છે. રહમત શાહ પાંચ અને અઝમતુલ્લા ઓમરઝાઈ 14 બોલમાં એક રને રમતમાં છે. જો કે બંને સારી લયમાં હોય તેવું લાગી રહ્યું છે.

SA Vs AFG Live Score: અફઘાનિસ્તાનનો ઓપનર સારા ફોર્મમાં છે

સમગ્ર ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનના ઓપનર સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. Ngidi ની ઓવરમાં 6 રન આવ્યા. બે ઓવર પછી અફઘાન ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 12 રન છે.

South Africa Vs Afghanistan Score Live: અફઘાનિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ

અફઘાનિસ્તાનના ઓપનર મેદાનમાં છે. ગુરબાઝ અને જોર્ડન ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યા છે. રબાડાએ દક્ષિણ આફ્રિકા માટે બોલિંગની શરૂઆત કરી છે.

SA Vs AFG Live: અફઘાનિસ્તાન પ્લેઇંગ 11

રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, ઈકરામ અલી ખિલ (વિકેટકીપર), રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન-ઉલ-હક.

SA Vs AFG Live: સાઉથ આફ્રિકા પ્લેઇંગ 11

ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, એન્ડીલે ફેહલુકવાયો, લુંગી એનગીડી, કાગીસો રબાડા.

South Africa Vs Afghanistan Score Live: અફઘાનિસ્તાને ટોસ જીત્યો હતો

અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11માં બે ફેરફાર કરવામાં આવ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

ICC ODI વર્લ્ડ કપની 42મી મેચમાં અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સાથે ટકરાશે. ગુરુવારે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ બાદ આ મેચનો ઉત્સાહ ઓછો રહ્યો છે. જો ન્યુઝીલેન્ડની ટીમ હારી ગઈ હોત તો અફઘાનિસ્તાન પાસે વર્લ્ડ કપમાં ઈતિહાસ રચવાની તક હતી. પરંતુ હવે અફઘાનિસ્તાન એવી આફતનો સામનો કરી રહ્યું છે જે દુનિયામાં ભાગ્યે જ કોઈ કરી શકે. જો કે, સેમિફાઇનલની રેસમાંથી બહાર હોવા છતાં, અફઘાનિસ્તાનની ટીમ છેલ્લી મેચ જીતીને યાદગાર રીતે વર્લ્ડ કપ પ્રવાસનો અંત લાવવા માંગશે.

અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં રોમાંચ પેદા કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી, અફઘાનિસ્તાનની ટીમ પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી. અફઘાનિસ્તાન ટીમ માટે આ એક મોટી ઉપલબ્ધિ હતી. એટલું જ નહીં, 8માંથી ચાર મેચ જીતીને અફઘાનિસ્તાને બતાવ્યું છે કે તેની પાસે ભવિષ્યમાં વધુ સારી ટીમ બનવાની ક્ષમતા છે. તેથી અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામેની મેચને હળવાશથી લેવાનું પસંદ કરશે નહીં.

તે જ સમયે, દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મેચ બાદ રિકવર કરવામાં સફળ રહી હતી. દક્ષિણ આફ્રિકાએ 8માંથી 6 મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જો કે, લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકા માટે પોતાને સાબિત કરવાનો પડકાર રહેલો છે. કોઈક રીતે આફ્રિકન ટીમે પાકિસ્તાન સામે એક વિકેટે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં આફ્રિકાની ટીમ અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. દક્ષિણ આફ્રિકા માટે નોકઆઉટ મેચ પહેલા તેની ખામીઓને સુધારવાની આ એક સારી તક છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.