SRH vs KKR: સનરાઇઝર્સ હૈદરાબાદને અંતિમ ઓવરમાં જીત માટે 22 રનની જરુર હતી પરંતુ તે 11 રન બનાવી શક્યા. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સે આ મુકાબલો 10 રનથી જીતી લીધો છે.  188 રનનો પીછો કરતા હૈદરાબાદની ટીમ 5 વિકેટે 177 રન જ કરી શકી હતી. તેમના માટે જોની બેરસ્ટો અને મનીષ પાંડેએ ફિફટી મારી હતી.  મનીષ પાંડે એ 44 બોલમાં નોટઆઉટ 61 રનની ઈનિંગ રમી પરંતુ ટીમને મેચ ન જીતાડી શક્યો.  પ્રસિદ્ધ ક્રિષ્ણાએ 2 વિકેટ ઝડપી હતી. 



કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2021ની ત્રીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતાની ટીમ  20 ઓવરમાં 6 વિકેટનુ નકસાન પર  187 રન બનાવ્યા હતા.  નીતીશ રાણાએ  શાનદાર ઈનિંગ રમતા  56 બોલમાં 80 રન ફટકાર્યા હતા.  જ્યારે રાહુલ ત્રિપાઠીએ પણ અડધી સદી મારતા  53 રન કર્યા હતા. હૈદરાબાદ માટે રાશિદ ખાન અને મોહમ્મદ નાબીએ 2-2 વિકેટ, જ્યારે ટી. નટરાજન અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી હતી.


 


આઈપીએલ 14મી સીઝનનો ત્રીજો મુકાબલો આજે  સનરાઈઝર્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે થશે.  સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે IPL 2021ની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 




કોલકાતા નાઈટ રાઇડર્સે પોતાની ટીમમાં સુનિલ નારાયણની જગ્યાએ શાકિબ અલ હસનને તક આપી છે. IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 19 મેચ રમાઈ છે. તેમાંથી 12 મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ જીત્યું છે, જ્યારે 7 મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે બાજી મારી છે. 


હૈદરાબાદની ટીમમાં ચાર વિદેશી ખેલાડીઓમાં- ડેવિડ વોર્નર, રાશિદ ખાન, મોહમ્મદ નાબી અને જોની બેરસ્ટોનો સમાવેશ થાય છે. ચેન્નઈની વિકેટ સ્પિન ફ્રેન્ડલી હોવાથી અફઘાની સ્પિનર્સ -રાશિદ ખાન અને મોહમ્મદ નાબીની જોડી એકસાથે રમી રહી છે.


સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ-11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો, દ્ધિમાન સાહા (વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, મોહમ્મદ નાબી, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ટી. નટરાજન


કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ-11:  શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), આન્દ્રે રસેલ, શાકિબ અલ હસન, પેટ કમિન્સ, હરભજન સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી