SRH vs PBKS: હૈદરાબાદે પંજાબને 4 વિકેટે હરાવ્યું

IPL 2024 SRH vs PBKS LIVE Score: અહીં તમને સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 19 May 2024 07:30 PM
સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે હૈદરાબાદની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે 71 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

હૈદરાબાદને જીતવા માટે 84 બોલમાં 131 રનની જરૂર

હૈદરાબાદને જીતવા માટે 84 બોલમાં 131 રનની જરૂર છે. ટીમે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા 16 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. નીતિશ રેડ્ડી 2 રન બનાવીને રમી રહ્યો છે.

હૈદરાબાદે 3 ઓવરમાં 39 રન બનાવ્યા

હૈદરાબાદે વળતો પ્રહાર કર્યો છે. ટીમે 3 ઓવરમાં 39 રન બનાવ્યા છે. રાહુલ 23 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક 7 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબના બોલરો વિકેટની શોધમાં છે.

પંજાબે હૈદરાબાદને 215 રનનો ટાર્ગેટ આપ્યો

પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે અને રિલે રુસોએ પંજાબ માટે શાનદાર પ્રદર્શન કર્યું. પ્રભાસિમરને 45 બોલમાં 71 રન બનાવ્યા હતા. રૂસોએ 24 બોલમાં 49 રન બનાવ્યા હતા. તાયડે 46 રનની ઇનિંગ રમી હતી.

પંજાબને બીજો ફટકો, પ્રભસિમરન આઉટ

પંજાબ કિંગ્સની બીજી વિકેટ પડી. પ્રભસિમરન સિંહ 45 બોલમાં 71 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. રિલે રૂસો 28 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. હૈદરાબાદની બીજી વિકેટ વિજયકાંતને મળી હતી.

પંજાબે 11 ઓવરમાં 109 રન બનાવ્યા

પ્રભસિમરન સિંહે જોરદાર અડધી સદી ફટકારી છે. તેણે 36 બોલમાં 57 રન બનાવ્યા છે. પ્રભાસિમરને 6 ફોર અને 3 સિક્સર ફટકારી છે. રૂસો 2 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 11 ઓવરમાં 109 રન બનાવ્યા હતા.

પંજાબે 6 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 61 રન બનાવ્યા

પ્રભસિમરન સિંહ અને અથર્વ તાયડે જોરદાર બેટિંગ કરી રહ્યા છે. બંનેએ અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી. પંજાબે 6 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 61 રન બનાવ્યા હતા. પ્રભાસિમરન 33 રન બનાવીને રમી રહ્યો છે. અથર્વ 17 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે.

પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11

જીતેશ શર્મા (કેપ્ટન અને વિકેટકીપર), પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે, રિલે રુસો, શશાંક સિંહ, આશુતોષ શર્મા, શિવમ સિંહ, હરપ્રીત બ્રાર, રિષિ ધવન, હર્ષલ પટેલ અને રાહુલ ચહર.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11

પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, વિજયકાંત અને ટી નટરાજન.

પંજાબે ટૉસ જીતીને બેટિંગ લીધી

પંજાબે હૈદરાબાદ સામે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજે ટીમના પ્લેઇંગ-11માં માત્ર એક વિદેશી ખેલાડી છે, રિલે રૂસો. હૈદરાબાદમાં ફેરફાર થયો છે, રાહુલ ત્રિપાઠીને તક આપવામાં આવી છે.

બ્રેકગ્રાઉન્ડ

Sunrisers Hyderabad vs Punjab Kings: આઈપીએલ 2024માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આજે સુપર સન્ડે છે. આવી સ્થિતિમાં આજે બે મેચ રમાશે. હૈદરાબાદ અને પંજાબ વચ્ચેની આ મેચ બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ પછી સાંજે 7.30 વાગ્યાથી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે.


હૈદરાબાદ અને પંજાબ વચ્ચેની મેચની વાત કરીએ તો પેટ કમિન્સની ટીમ મોટા અંતરથી જીતવા માંગશે. હૈદરાબાદ તેની મેચ જીતવા માંગશે અને પછી રાજસ્થાનની હાર માટે પ્રાર્થના કરશે. આવી સ્થિતિમાં હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી જશે. અત્યાર સુધી આ સિઝનમાં હૈદરાબાદે 13 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન પેટ કમિન્સની ટીમ સાત મેચ જીતી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.