SRH vs RR: રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 72 રનથી હરાવ્યું, યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ લીધી
SRH vs RR IPL 2023 LIVE Score Updates: એબીપી ન્યૂઝના લાઈવ બ્લોગમાં આપનું સ્વાગત છે. આ લાઇવ બ્લોગમાં, અમે તમને IPL સિઝન 16 સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચના અપડેટ્સ પ્રદાન કરીશું.
રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 72 રને હરાવી દીધું છે. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
કેપ્ટન ભુવનેશ્વર કુમાર 6 રન બનાવી આઉટ થયો છે. હાલમાં હૈદરાબાદે 17.5 ઓવરમાં 8 વિકેટે 95 રન બનાવ્યા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની 7મી વિકેટ પડી. આદિલ રાશિદ 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને પેવેલિયન મોકલ્યો હતો.
મયંક અગ્રવાલ 23 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. હૈદરાબાદે 11 ઓવર પછી 52 રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે અગ્રવાલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદની ચોથી વિકેટ પડી. વોશિંગ્ટન સુંદર માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. તેને જેસન હોલ્ડરે આઉટ કર્યો હતો.
હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી. હેરી બ્રુક માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. તેને યુઝવેન્દ્ર ચહલે આઉટ કર્યો હતો. હૈદરાબાદે 35 રન બનાવ્યા છે.
હૈદરાબાદની ટીમે 6 ઓવરના અંતે 30 રન બનાવી લીધા છે. હાલમાં બ્રુક અને અગ્રવાલ બેટિંગ કરી રહ્યા છે.
હૈદરાબાદની ટીમે ઝીરો રનમાં બે વિરેટ ગુમાવી દીધી છે. અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠી પેવેલિયન પરત ફર્યા છે.
રાજસ્થાન રોયલ્સે 20 ઓવરના અંતે 203 રન બનાવ્યા છે. રાજસ્થાન તરથી 3 ખેલાડીઓએ ફિફ્ટી ફટકારી છે જેમાં સંજુ સેમસન,બટલર અને જયસ્વાલનો સમાવેશ થાય છે.
સંજુ સેમસન 55 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાને 187 રનમાં 5 વિકેટ ગુમાવી છે.
સંજુ સેમસનની ફિફટી પુરી થઈ છે, તેમણે 28 બોલમાં 50 રન બનાવ્યા છે.
રિયાન પરાગ 7 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાને 16.1 ઓવરમાં 170 રન બનાવી લીધા છે.
દેવદત્ત પડિકલ 2 રન બનાવી આઉટ થયો છે. ઉમરાન મલિકે તેને બોલ્ડ કર્યો હતો.
યશસ્વી જયસ્વાલે 34 બોલમાં 50 રન બનાવ્યા છે. આ ઉપરાંત સંજુ સેમસન 13 બોલમાં 30 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે.
રાજસ્થાને 10 ઓવરના ંતે 122 રન બનાવી લીધા છે. સેમસન અને જયસ્વાલ હાલમાં ક્રિઝ પર છે.
રાજસ્થાનની પ્રથમ વિકેટ પડી છે. બટલર 22 બોલમાં 54 રન કરીને આઉટ થયો છે. રાજસ્થાનની ટીમે 5.5 ઓવરમાં એક વિકેટે 85 રન બનાવ્યા છે.
યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ માટે ઉતર્યા છે. હૈદરાબાદ માટે કેપ્ટન ભુવનેશ્વર કુમાર પ્રથમ ઓવર ફેંકી હતી, રાજસ્થાને બે ઓવરમાં 20 રન બનાવ્યા છે.
સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડ્ડિકલ, શોમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, કે.એમ.આસિફ અને યુઝવેન્દ્ર ચહલ.
ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, હૈરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), ઉમરાન મલિક, આદિલ રાશિદ, ઉમરાન મલિક, ટી. નટરાજન અને ફઝલહક ફારૂકી.
સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની ટીમ ભુવનેશ્વર કુમારની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે.
બ્રેકગ્રાઉન્ડ
SRH vs RR IPL 2023 LIVE Score Updates: એબીપી ન્યૂઝના લાઈવ બ્લોગમાં આપનું સ્વાગત છે. આ લાઇવ બ્લોગમાં, અમે તમને IPL સિઝન 16 સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચના અપડેટ્સ પ્રદાન કરીશું. રવિવારે રમાઈ રહેલી આ મેચ સાથે જોડાયેલી દરેક માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -