SRH vs RR IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું

SRH vs RR IPL Live Score: અહીં તમને સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 02 May 2024 11:42 PM
સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું

SRH vs RR: સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડની અર્ધશતકની મદદથી 201 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે ટીમે 1 રનના સ્કોર પર જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ વચ્ચેની 133 રનની ભાગીદારીએ આરઆરને જીતની નજીક લાવી દીધું હતું, તેમ છતાં ટીમ જીત નોંધાવી શકી ન હતી.

રાજસ્થાનનો સ્કોર 100/2

રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 100 રન સુધી પહોંચી ગયો છે. હવે રોયલ્સને જીતવા માટે 60 બોલમાં 102 રન બનાવવા પડશે. યશસ્વી જયસ્વાલ 29 બોલમાં 48 રન અને રિયાન પરાગ 29 બોલમાં 46 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ છે.

રાજસ્થાનનો સ્કોર 35/2

માત્ર એક રનમાં બે વિકેટ પડી ગયા બાદ યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ પોતાની ટીમને શરૂઆતના આંચકામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. 4 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 35 રન છે. જયસ્વાલ 13 બોલમાં 18 રન અને પરાગ 9 બોલમાં 15 રન બનાવીને રમતમાં છે.

હૈદરાબાદે રાજસ્થાનને જીતવા માટે આપ્યો 202 રનનો ટાર્ગેટ

રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. જોકે, હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ 6 ઓવરમાં તેમનો સ્કોર 2 વિકેટે માત્ર 37 રન હતો. આ પછી નીતિશ રેડ્ડી અને ટ્રેવિસ હેડે આક્રમણ કર્યું અને ત્રીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી. ટ્રેવિસ હેડ 44 બોલમાં 58 રન બનાવીને પરત ફર્યો હતો. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. જ્યારે નીતિશ રેડ્ડીએ 42 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસને 19 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.


 





ટ્રેવિસ આઉટ

હૈદરાબાદે 15મી ઓવરમાં 131 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. ટ્રેવિસ હેડ 44 બોલમાં 58 રન બનાવીને પરત ફર્યો હતો. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. હેડ લેપ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે બોલ્ડ થયો હતો.

ટ્રેવિસ હેડના પચાસ રન

ટ્રેન્ટ બોલ્ટે 11મી ઓવરમાં 8 રન આપ્યા હતા. ટ્રેવિસ હેડે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. આઈપીએલ 2024માં હેડની આ ચોથી ફિફ્ટી છે. 11 ઓવર પછી, SRH એ 2 વિકેટના નુકસાન પર 92 રન બનાવ્યા છે.

હૈદરાબાદનો સ્કોર 35/1

5 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર એક વિકેટે 35 રન છે. ટ્રેવિસ હેડ 16 બોલમાં 16 રન પર છે. તેણે અત્યાર સુધીમાં 3 ચોગ્ગા ફટકાર્યા છે. તેની સાથે અનમોલપ્રીત સિંહ ચાર બોલમાં પાંચ રન પર છે.

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ-11

સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને સંદીપ શર્મા.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11

પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો યાન્સેન, ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન.

હૈદરાબાદે ટોસ જીત્યો

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીત્યા બાદ કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું કારણ કે આ અમારી મજબૂત બાજુ છે. અમે પ્રથમ બેટિંગ કરીને ઘણી મેચો જીતી છે. વિકેટ ઘણી સારી દેખાઈ રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

Sunrisers Hyderabad vs Rajasthan Royals:  આઈપીએલ 2024માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ સિઝનમાં પ્રથમ વખત આ બંને ટીમો વચ્ચે ટક્કર થશે. આ મેચમાં જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.


હૈદરાબાદ ટોપ 4માંથી બહાર થઈ ગઈ છે


સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તેની છેલ્લી બે મેચ હારી ગઈ છે. આ ઉપરાંત તે ટોપ ચારમાંથી પણ બહાર છે. આવી સ્થિતિમાં આજે પેટ કમિન્સની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોઈપણ ભોગે જીત મેળવવાનો પ્રયાસ કરશે. હૈદરાબાદે આ સિઝનમાં 9માંથી પાંચ મેચ જીતી છે. પેટ કમિન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.


રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે


આ સિઝનમાં સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ એક અલગ જ લયમાં છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન ટોપ પર છે. રાજસ્થાને અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને આ દરમિયાન આઠ મેચ જીતી છે. રાજસ્થાનની ટીમ આજે હારી જશે તો પણ તે ટોપ પર રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.