SRH vs RR Qualifier 2 : સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવ્યું

SRH vs RR Live Score IPL 2024 Qualifier 2: અહીં તમને સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 24 May 2024 11:25 PM
RR vs SRH : હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં પહોંચ્યું

શાહબાઝ અહેમદના નેતૃત્વમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2024 સીઝનની ફાઇનલમાં પહોંચી ગઈ છે. હૈદરાબાદ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે. KKR એ ક્વોલિફાયર-1 મેચમાં હૈદરાબાદને હરાવ્યું હતું અને ફરી એકવાર બંને ટીમો સામસામે ટકરાશે.

હૈદરાબાદે રાજસ્થાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2024 ની બીજી ક્વોલિફાયર મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ, સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલ ત્રિપાઠીએ 37 રનની ઇનિંગ રમી હતી અને ટ્રેવિસ હેડે 34 રનની ઇનિંગ રમી હતી. ફરી એકવાર હૈદરાબાદે તોફાની શરૂઆત કરી હતી, પરંતુ નિયમિત અંતરે વિકેટ ગુમાવવાને કારણે મોટો સ્કોર કરી શકી નહોતી. રાજસ્થાન તરફથી ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ લીધી હતી. જો કે તેણે ચાર ઓવરમાં 45 રન પણ આપ્યા હતા. જ્યારે આવેશ ખાને માત્ર 28 રનમાં 3 વિકેટ લીધી હતી.

નીતિશ રેડ્ડી પણ પેવેલિયન પરત ફર્યો

સનરાઇઝર્સ હૈદરાબાદની પાંચમી વિકેટ 14મી ઓવરમાં 120ના કુલ સ્કોર પર પડી હતી. નીતિશ રેડ્ડી 10 બોલમાં માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો હતો. આવેશ ખાને તેને કેચ આઉટ કરાવ્યો હતો.

ચહલે 3 રનની ઓવર ફેંકી

યુઝવેન્દ્ર ચહલે 11મી ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા. હવે હૈદરાબાદનો સ્કોર 4 વિકેટે 102 રન છે. હેનરિક ક્લાસેન 13 બોલમાં એક છગ્ગા સાથે 17 રન બનાવીને રમતમાં છે. જ્યારે નીતિશ રેડ્ડીએ હજુ ખાતું ખોલ્યું નથી.

હૈદરાબાદનો સ્કોર 68/3

6 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 3 વિકેટે 68 રન છે. ટ્રેવિસ હેડ 13 બોલમાં બે ચોગ્ગાની મદદથી 16 રન પર છે. તેમજ ક્લાસેન રેડ્ડી એક બોલમાં એક રન પર છે.

બોલ્ટે ત્રિપાઠી અને માર્કરમને પેવેલિયન મોકલ્યા

પાંચમી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે સનરાઇઝર્સ હૈદરાબાદને બે મોટા ઝટકા આપ્યા હતા. બોલ્ટે પહેલા રાહુલ ત્રિપાઠીને પેવેલિયન મોકલ્યો અને પછી એડન માર્કરમને પણ આઉટ કર્યો. રાહુલ ત્રિપાઠી 15 બોલમાં 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે માર્કરમ માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. બોલ્ટે ત્રણેય વિકેટ લીધી છે.

પ્રથમ ઓવરમાં 13 રન અને એક વિકેટ

ટ્રેન્ટ બોલ્ટે પહેલી ઓવર નાખી. પ્રથમ પાંચ બોલમાં 13 રન આવ્યા હતા. જેમાં અભિષેક શર્માએ એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. જોકે છઠ્ઠા બોલ પર બોલ્ટે અભિષેક શર્માને કેચ આઉટ કરાવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ-11

સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11

પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી નટરાજન.

રાજસ્થાને ટોસ જીત્યો

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરશે. એઇડન માર્કરમ હૈદરાબાદની ટીમમાં પરત ફર્યો છે. જયદેવ ઉનડકટ પણ પરત ફર્યો છે. રાજસ્થાને કોઈ ફેરફાર કર્યો નથી.


 





બ્રેકગ્રાઉન્ડ

Sunrisers Hyderabad vs Rajasthan Royals, Qualifier 2: આજે IPL 2024 ની બીજી ફાઇનલિસ્ટ ટીમ મળશે. ખરેખર, આ સિઝનની બીજી ક્વોલિફાયર મેચ આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની ટીમો આમને-સામને ટકરાશે. બંનેમાં જે જીતશે તે 26મી મેના રોજ KKR સામે ફાઇનલ મેચ રમશે. આવી સ્થિતિમાં આજે રોમાંચક સ્પર્ધા જોવા મળી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.