ઢાકાઃ શ્રીલંકા અને બાંગ્લાદેશ (Sri Lanka Vs Bangladesh) વચ્ચે આજેથી ત્રણ મેચની વન ડે સીરિઝ શરૂ થઈ રહી છે. પરંતુ તેના પર કોરોના વાયરસનો માર પડતો જોવા મળી રહ્યો છે. મેચ પહેલા શ્રીલંકાના કોચ અને બે ખેલાડીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીરિઝ કે મેચ રદ્દ થવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.


રિપોર્ટ્સ મુજબ શ્રીલંકાનો કોચ ચામિંડા વાસ, ઈસુરુ ઉડાના ઇને શિરન ફર્નાન્ડોનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેયના સેમ્પલ 21 મેના રોજ લેવાયા હતા. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે શ્રીંલકા અને બાંગ્લાદેશની ટીમ શનિવારે લેવામાં આવેલા સેમ્પલના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે.


આ ત્રણેયમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા. કોરોના વાયરસના કારણે હવે આ સીરિઝ પર પણ કાળા વાદળો છવાયા છે. શ્રીંલકા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ ઢાકામાં રમાવાની છે. પ્રથમ મેચ 23 મે, બીજી વન ડે 25 મે અને ત્રીજી વન ડે 28 મે રમાવાની છે. આ વન ડે સીરિઝ આઈસીસી વન ડે સુપર લીગનો પણ હિસ્સો છે. કોરોનાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ પણ અધવચ્ચેથી સ્થગિત કરી દેવી પડી છે. ઘણા દેશોએ તેમના ક્રિકેટ પ્રવાસ રદ્દ કર્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 65 લાખ 30 હજાર 132

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 34 લાખ 25 હજાર 467

  • કુલ એક્ટિવ કેસ - 28 લાખ 05 હજાર 399

  • કુલ મોત - 2 લાખ 99 હજાર 399


બે-ત્રણ સપ્તાહ સુધી એક જ માસ્કનો ઉપયોગ કરતાં હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે મ્યુકરમાઈકોસિસ


ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટે કયા નેતાઓ છે રેસમાં ? જાણો મોટા સમાચાર