નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ  (Chennai Super Kings) ઈન્ડિયન પ્રીમિયર લીગના (Indian Premier League) ઈતિહાસની સૌથી સફળ ટીમ પૈકીની એક છે. છેલ્લા થોડા વર્ષોથી દીપક ચાહર (Deepak Chahar) સીએસકેનો (CSK) મહત્વનો હિસ્સો બન્યો છે. તેણે પાવર પ્લેમાં પોતાની સફળતાનો શ્રેય મહેન્દ્ર સિંહ ધોનીને (MS Dhoni) આપ્યો છે. ચાહરનું કહેવું છે કે ધોનીએ જ તેની કાબેલિયતનો અહેસાસ કરાવ્યો હતો.


દીપક ચાહરને શ્રીલંકા સામે મર્યાદીત ઓવરની ક્રિકેટ સીરિઝમાં ટીમમાં સ્થાન મળવાની સંભાવના છે. ચાહરે કહ્યું, માહી ભાઈઆએ મને પાવરપ્લે બોલર બનાવ્યો. તે હંમેશા મને કહેતા કે તું એક પાવરપ્લે બોલર છે. મેચની પ્રથમ ઓવર તેઓ મને જ આપતા હતા. તેમના માર્ગદર્શનથી મને ખૂબ ફાયદો થયો છે. મને એક બોલર તરીકે વિકસિત કરવામાં તેમણે ખૂબ મદદ કરી છે.


ચાહરે આઈપીએલ 2021માં (IPL 2021) નવા બોલથી બોલિંગ કરી હતી અને વિકેટ પણ ઝડપી હતી. તે બે વખત ચાર-ચાર વિકેટ લીધી હતી. તેણે કહ્યું, માહી ભાઈની કેપ્ટનશિપમાં રમવું મારું સપનું હચું. તેની કેપ્ટનશીપમાંથી મને ઘણું શીખવા મળ્યું છે. હું તેમના માર્ગદર્શનમાં મારી રમતને બીજા સ્તર પર લઈ ગયો છું.


ચાહરે કહ્યું કે, ધોનીએ હંમેશા તેનો સાથ આપ્યો છે. તેમણે મને જવાબદારી કેવી રીતે લેવી તે શીખવ્યું છે. ટીમ માટે પહેલી ઓવર ફેંકવી સરળ હોતી નથી. સમયની સાથે મેં પણ સુધારો કર્યો છે અને રનોની ગતિને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે શીખ્યો છું.


આઈપીએલની 14મી (IPL 14) સીઝનમાં કોરોના વાયરસના અનેક કેસ સામે આવ્યા બાદ સ્થગિત કરવામાં આવી હતી. આ વર્ષે સપ્ટેમ્બરમાં સીઝન 14ની બાકીની 31 મેચ રમાડવામાં આવી શકે છે.


વાવાઝોડા બાદ તાલાલા મેંગો માર્કેટમાં કેરીની થઈ આવક, ભાવ જાણીને ચોંકી જશો


આયુષમાન ભારત હેઠળ બ્લેક ફંગસને કવર કરવા આ દિગ્ગજ મહિલા નેતાએ પીએમ મોદીને લખ્યો પત્ર, જાણો વિગત


Ahmedabad: આ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના ઈંજેક્શન ન હોવાના લગાવાયા બોર્ડ, દર્દીના પરિવારજનો પરેશાન