IPL 2023: નવા વર્ષના દિવસે યોજાયેલી સમીક્ષા બેઠકથી BCCI એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. બોર્ડ દ્વારા ટીમ અને ખેલાડીઓને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ કારણે હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ IPL 2023માંથી બહાર થઈ શકે છે. આ વર્ષે ભારતીય ટીમ જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપનો ભાગ બનશે, જેના કારણે ટીમના મુખ્ય ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો માટે આ ખરાબ સમાચાર સાબિત થઈ શકે છે.


આ ખેલાડીઓ IPL 2023 ચૂકી શકે છે


વર્કલોડના કારણે ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ જેમ કે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ IPL 2023થી દૂર રહી શકે છે. આ ખેલાડીઓ IPLની કેટલીક મેચ ચૂકી શકે છે. આ ટોપ-5 ખેલાડીઓ ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો મહત્વનો ભાગ હશે. આવી સ્થિતિમાં, આ ખેલાડીઓ માટે સંપૂર્ણ રીતે ફિટ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ કારણે હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ IPL 2023માંથી બહાર થઈ શકે છે.


બુમરાહ અને જાડેજા પહેલાથી જ ઈજાગ્રસ્ત છે


આ સ્ટાર ખેલાડીઓમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પહેલેથી જ ઈજાઓથી ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં તેના માટે તુરંત સ્વસ્થ થઈને IPL રમવું યોગ્ય નથી. બુમરાહ તેની પીઠની ઈજાથી પરેશાન છે, જ્યારે રવિન્દ્ર જાડેજા તેના ઘૂંટણની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ઈજાના કારણે બંને ખેલાડીઓ ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપનો ભાગ બની શક્યા ન હતા.


મહત્વપૂર્ણ છે કે, બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ હોદ્દો સંભાળ્યા બાદ સૌથી પહેલા ખેલાડીઓની ઈજા અંગે વાત કરી હતી. હવે તેણે સમીક્ષા બેઠકમાં આ અંગે ઘણા કઠિન નિર્ણયો લીધા છે અને પોતાના વચન પર ખરા સાબિત થયા છે. બોર્ડ ખેલાડીઓની ઈજા અને વર્કલોડ માટે આઈપીએલ જેવી ટુર્નામેન્ટ પર દાવ લગાવવા પણ તૈયાર છે.