DC vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 67 રનથી હરાવ્યું છે. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 266 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી ન હતી કારણ કે બીજી ઓવર સુધીમાં જ ટીમે પૃથ્વી શો અને ડેવિડ વોર્નરના રૂપમાં બંને ઓપનરોની વિકેટો ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં જેક ફ્રેઝર મેકગર્કે જવાબદારી લીધી, જેણે આ મેચમાં 15 બોલમાં ફિફ્ટી ફટકારી. મેકગર્ક હવે આઈપીએલના ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 18 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. બીજી તરફ, નિયમિત અંતરે વિકેટ લેવાને કારણે, SRH એ મેચ પર પોતાની પકડ જાળવી રાખી અને 67 રનથી મોટી જીત નોંધાવવામાં સફળ રહી.


 






એક સમયે દિલ્હીએ 8 ઓવરમાં 131 રન બનાવ્યા હતા, પરંતુ જેક ફ્રેઝરની વિકેટ પડ્યા બાદ દિલ્હીની રનની ગતિ ધીમી પડી ગઈ હતી. 15 ઓવર પછી, દિલ્હીનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 166 રન હતો અને તેને જીતવા માટે હજુ 30 બોલમાં 101 રનની જરૂર હતી. જોકે ઋષભ પંત ક્રિઝ પર ઊભો હતો, પરંતુ સ્થિતિ એવી હતી કે ટીમને છેલ્લા 12 બોલમાં 68 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સ માટે લક્ષ્ય હાંસલ કરવું લગભગ અશક્ય બની ગયું હતું. પંતે 35 બોલમાં 44 રન બનાવ્યા હતા અને તે આઉટ થતાં જ દિલ્હી કેપિટલ્સની ટીમ 199 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે SRH એ મેચ 67 રને જીતી લીધી છે.


SRH કેપ્ટન પેટ કમિન્સની શાનાદર કેપ્ટન્સી
વોશિંગ્ટન સુંદરે SRH માટે પ્રથમ ઓવર નાંખી, જેમાં તેણે 16 રન આપ્યા પરંતુ 1 વિકેટ પણ લીધી. પરંતુ તેણે તેની બીજી ઓવરમાં 30 રન આપ્યા, ત્યારબાદ કેપ્ટન કમિન્સે તેને બોલ આપ્યો ન હતો. એ જ રીતે જ્યારે શાહબાઝ અહેમદે એક ઓવરમાં 22 રન બનાવ્યા ત્યારે કમિન્સે તેને પણ બોલિંગમાંથી દૂર કર્યો હતો. કેપ્ટનની આ વ્યૂહરચના અસરકારક સાબિત થઈ કારણ કે અન્ય બોલરોએ યોગ્ય લાઇન અને લેન્થ પર બોલિંગ કરીને દિલ્હીના બેટ્સમેનોને દબાણમાં મૂક્યા હતા. SRH માટે ટી નટરાજને 4, નીતિશ રેડ્ડી અને મયંક માર્કંડેએ 2-2 મહત્વની વિકેટ લીધી હતી. તેમના સિવાય વોશિંગ્ટન સુંદર અને ભુવનેશ્વર કુમારે પણ 1-1 વિકેટ લીધી હતી.