આવતીકાલથી શરુ થનારી શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને એક મોટો ફટકો પડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયેલ દિપક ચાહર શ્રીલંકા સિરીઝની બહાર થયો છે. આ સાથે જ મિડલ ઓર્ડરમાં તોફાની બેટિંગ કરનાર સૂર્યકુમાર યાદવ પણ હાથમાં હેયરલાઈન ફ્રેક્ચર હોવાના કારણે શ્રીલંકા સામેની શ્રેણીમાં રમતો જોવા નહીં મળે. આવતીકાલે શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટી-20 મેચ લખનઉમાં રમાવાની છે.
વેસ્ટઈન્ડિઝ સામેની સિરીઝમાં ઝળક્યો હતો સૂર્યકુમાર યાદવઃ
વેસ્ટઈન્ડિઝ સામેની ટી-20 સિરીઝમાં તોફાની બેટિંગ કરનાર સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. એક ક્રિકેટ એજન્સીના અહેવાલ મુજબ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. સૂર્યકુમારને થયેલી ઈજા કેટલી ગંભીર છે અને કમબેક કરતા કેટલો સમય લાગશે તેની હાલ જાણકારી નથી. વેસ્ટ ઈન્ડિઝ સામે બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયેલ દીપક ચાહર પણ શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં નહી રમી શકે. જો કે દીપક ચાહર IPL સુધી ફિટ થઈ જશે એવા અહેવાલો છે.
24 ફેબ્રુઆરીથી શરુ થશે ટી-20 સિરીઝઃ
શ્રીલંકા હાલ ભારતના પ્રવાસે છે અને અહીં 3 T-20 અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. બંને ટીમોએ પોતાની T-20 ટીમની જાહેરાત કરી દીધી છે, જે નીચે મુજબ છે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, અને યુઝવેન્દ્ર ચહલ.
શ્રીલંકન ટીમ
દસુન શનાકા (કેપ્ટન), ચરિથ અસાલંકા, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, ધનુષ્કા ગુણાતિલકા, કામિલ મિશારા, જનથ લિયાનાગે, વાણિન્દુ હસરંગા, ચામિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, દુષ્મંતા ચમીરા, બિનુકા ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, મહીશ તીક્ષણા, જેફરી વેંડરસે, પ્રવીન જયાવિક્રમા, આશિયાન ડેનિયલ.