Suryakumar Yadav On His Injury: IPL 2024 સીઝન શરૂ થાય તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સૂર્યકુમાર યાદવે પોતાની ઈજા અંગે લેટેસ્ટ અપડેટ આપ્યું છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની રિકવરી વિશે જણાવ્યું છે. સૂર્યકુમાર યાદવે લખ્યું છે કે થોડા દિવસો પહેલા સ્પોર્ટ્સ હર્નિયાનુ ઓપરેશન થયુ , નહી કે પગની ઘૂંટીમાં. પરંતુ હવે  ઝડપથી રિકવરી થઈ રહી છે. આ સિવાય આ ભારતીય બેટ્સમેન ટૂંક સમયમાં મેદાન પર જોવા મળશે.


'સૌને શુભ સવાર, આશા છે કે તમે બધા સારા હશો...'


સૂર્યકુમાર યાદવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે 'તમામને શુભ સવાર, આશા છે કે તમે બધા સારા હશો. હું અહીં કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માંગુ છું, જે કદાચ તમે લોકો જાણતા નથી... હું તમને જણાવવા માંગુ છું કે તાજેતરમાં મારા પગની ઘૂંટીનું નહીં પરંતુ સ્પોર્ટ્સ હર્નીયાનું ઓપરેશન થયું છે. હવે હું સતત ઝડપથી સાજો થઈ રહ્યો છું. તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર... ટૂંક સમયમાં મળીશું. આ સિવાય સૂર્યકુમાર યાદવે નેટની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે IPLની સિઝન શરૂ થાય ત્યાં સુધીમાં તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.


જર્મનીમાં ગ્રોઈન સર્જરી બાદ સ્પોર્ટ્સ હર્નિયાનું ઓપરેશન...


તમને જણાવી દઈએ કે ક્રિકેટર  સૂર્યકુમાર યાદવ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. પરંતુ તાજેતરમાં આ મિડલ ઓર્ડર બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં રમી શક્યો ન હતો. ગયા મહિને સૂર્યકુમાર યાદવની જર્મનીમાં ગ્રોઈન સર્જરી થઈ હતી. સાથે જ સ્પોર્ટ્સ હર્નિયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ ખેલાડીએ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન શરૂ કરી દીધું છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને આશા છે કે આઈપીએલની સિઝન શરૂ થાય ત્યાં સુધીમાં સૂર્યકુમાર યાદવ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.


સૂર્યકુમાર યાદવ આઈપીએલનો સ્ટાર બેટ્સમેન છે. ક્રિકેટના ચાહકો તેને મેદાન પર રમતો જોવા માંગે છે. સૂર્યકુમાર યાદવ તેની તોફાની ઈનિંગ માટે જાણીતો છે. સૂર્યકુમાર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.