39 Runs In One Over In T20 International: ક્રિકેટની દુનિયામાં રોજ નવું નવું બનતુ રહે છે, કંઇક નવા નવા કમાલ અને રેકોર્ડ સર્જાતા રહે છે. હાલમાં જ એક નવો રેકોર્ડ નોંધાયો છે. ટી20 ઈન્ટરનેશનલમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલની એક ઓવરમાં માત્ર 36 રન જ બન્યા હતા. હવે આ આંકડો 39 રન પર પહોંચી ગયો છે. T20 ઇન્ટરનેશનલની એક ઓવરમાં 39 રન... તે 'અસંભવ' લાગે છે, પરંતુ તે 'શક્ય' બની ગયું છે. હાલમાં જ એક ઓવરમાં 39 રન બનાવીને યુવરાજ સિંહ, કિરોન પોલાર્ડ, નિકોલસ પૂરન, દીપેન્દ્ર સિંહ એરી અને રોહિત શર્મા/રિંકુ સિંહ)નો રેકોર્ડ તુટ્યો છે. આ કારનામું સમોઆના બેટ્સમેન ડેરિયસ વિસ્સરે કર્યું હતું.


આ સિદ્ધિ મેન્સ T20 વર્લ્ડકપ પેટા-રિજનલ ઇસ્ટ એશિયા-પેસિફિક ક્વૉલિફાયર A 2024માં બની હતી, જ્યાં સમોઆના બેટ્સમેન ડેરિયસ વિસ્સરે એક ઓવરમાં 6 સિક્સર વડે કુલ 39 રન બનાવ્યા હતા. ડેરિયસ વિસ્સરે ઇનિંગ્સની 15મી ઓવરમાં 39 રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી. ડેરિયસ વિસ્સરે કુલ 6 સિક્સર ફટકારી હતી, જ્યારે બાકીના 3 રન નો બોલમાં આવ્યા હતા. આ રીતે 1 ઓવરમાં 39 રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી.


ઓવરના પહેલા ત્રણ બોલ પર ડેરિયસ વિસ્સરે વનુઆતુના નિપિકોના બૉલ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી. પછી ચોથો બોલ નૉ બોલ હતો, પરિણામે 1 રન થયો. પછીના બૉલ પર ડેરિયસ વિસ્સરે બીજી સિક્સ ફટકારી. ત્યારબાદ ઓવરનો પાંચમો બૉલ ડૉટ રહ્યો હતો. આ પછી છઠ્ઠો બોલ નૉ બૉલ હતો, જેના પર એક રન આવ્યો. આગળનો બૉલ ફરીથી નૉ બૉલ હતો, જેના પર સિક્સર ફટકારવામાં આવી હતી અને પછી છેલ્લા ફ્રી હિટ બૉલ પર સિક્સર પણ જોવા મળી હતી. આ રીતે, એક ઓવરમાં 39 રન બનાવ્યા તે આશ્ચર્યજનક હતું. અહીં વિડિયો જુઓ...






ડેરિયસ વિસ્સરે શતકીય ઇનિંગ રમીને ટીમને અપાવી જીત 
મેચમાં પ્રથમ બેટિંગ કરતા સમોઆની ટીમ 20 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેરિયસ વિસ્સરે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 62 બોલમાં 5 ચોગ્ગા અને 14 છગ્ગાની મદદથી 132 રન બનાવ્યા. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા વનુઆતુની ટીમ 20 ઓવરમાં 164/9 રન જ બનાવી શકી હતી.


આ પણ વાંચો


Woman Cricket: ધ 100 લીગમાં દીપ્તિ શર્માએ MS ધોનીના અંદાજમાં ટીમને અપાવી જીત, બધા ચોંક્યા


Cricket: ટીમ ઇન્ડિયામાં ખૂંખાર બૉલરની થવાની છે એન્ટ્રી ? ખુદ જય શાહે ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો, જાણો શું કહ્યું