he Hundred Keague Final: ભારતીય મહિલા ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા બેટિંગમાં તેની વિસ્ફોટક શૈલી માટે જાણીતી નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે તેની બેટિંગ પર ઘણી મહેનત કરી છે અને તેણે ઈંગ્લેન્ડમાં મહિલા ધ હન્ડ્રેડ લીગમાં તેની જબરદસ્ત ઝલક દેખાડી છે. દીપ્તિ આ સિઝનમાં ધ હન્ડ્રેડમાં લંડન સ્પિરિટ માટે રમી રહી છે. તેની ટીમ ફાઇનલમાં હતી અને અહીં વેલ્સ ફાયર સામે તેની ટીમ 116 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. જ્યારે ટીમને અંતિમ 3 બોલમાં 4 રનની જરૂર હતી ત્યારે અહીં તેણે લોંગ ઓન પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
દીપ્તિ શર્માના આ શૉટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેના સાથી ખેલાડીઓ પણ તેના ઊંચા લાંબા શૉટને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે હેલી મેથ્યૂસના બોલ પર આગળ વધી અને લોંગ ઓન તરફ આ સિક્સર ફટકારી. ત્યાં એક ફિલ્ડર તૈનાત હતી, પરંતુ દીપ્તિએ તેના શૉટને એટલી હવા અને લંબાઈ આપી હતી કે તે બાઉન્ડ્રી લાઇનની બહાર આરામથી પહોંચી ગયો હતો.
તેના શૉટનો આ વીડિયો અહીં વાયરલ થઈ રહ્યો છે. ઘણા ચાહકો તેની સ્ટાઈલને એમએસ ધોનીની સ્ટાઈલ ગણાવી રહ્યા છે.
અહીં દીપ્તિ શર્માએ 16 બોલમાં 16 રન બનાવ્યા જેમાં માત્ર એક મેચ વિનિંગ સિક્સ સામેલ હતી. આ સિવાય દીપ્તિએ આ મેચમાં 20 બોલ પણ ફેંક્યા હતા. અહીં તેણે 8 બૉલ ડૉટ્સ આપીને કુલ 23 રન આપ્યા અને 1 વિકેટ પણ લીધી. તેણે સોફિયા ડંકલી (2)ને પોતાનો શિકાર બનાવ્યો, જે આ મેચની પ્રથમ વિકેટ હતી.
આ પણ વાંચો