Team India Warm-up, T20 World Cup 2022: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની વૉર્મ-અપ મેચના શેડ્યૂલની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ ગત વર્લ્ડકપ જીત્યો હતો.






ICCએ T20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી તમામ 16 ટીમોની વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારતીય ટીમે બે વોર્મ-અપ મેચ રમવાની છે. આ વોર્મ-અપ મેચો 10 થી 19 ઓક્ટોબર દરમિયાન રમાશે. તમામ મેચ મેલબોર્ન અને બ્રિસ્બેનમાં રમાશે.


ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે


ICC અનુસાર, T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ 16 ટીમો વચ્ચે 10 દિવસમાં 15 વોર્મ-અપ મેચો રમાશે. આ દરમિયાન ભારતીય ટીમે 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમવાની છે. જ્યારે બીજી વોર્મ-અપ મેચ 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમાશે. બંને મેચ બ્રિસ્બેનના ગાબા ગ્રાઉન્ડ પર રમાશે.


ભારતીય ટીમે બે વોર્મ અપ મેચ રમવાની છે


ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 17મી ઓક્ટોબર


ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ - 19 ઓક્ટોબર


તમામ વોર્મ-અપ મેચો બે રાઉન્ડમાં યોજાશે


આઈસીસીએ બે રાઉન્ડમાં વોર્મ-અપ મેચોનું પણ આયોજન કર્યું છે. પ્રથમ રાઉન્ડમાં વોર્મ-અપ મેચ રમી રહેલી ટીમો 10 થી 13 ઓક્ટોબરની વચ્ચે તેમની મેચ રમશે. આ મેચો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ અને જંકશન ઓવલ ખાતે રમાશે.


આ ઉપરાંત, જે ટીમો ડાયરેક્ટ ગ્રુપ-12 માટે ક્વોલિફાય થઈ ગઈ છે તેઓએ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન બ્રિસ્બેનમાં તેમની વોર્મ-અપ મેચ રમવાની રહેશે. વોર્મ-અપ મેચોને આંતરરાષ્ટ્રીય મેચનો દરજ્જો નહીં મળે.


T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ


T20 વર્લ્ડ કપ 2022 ની મુખ્ય ટુર્નામેન્ટ 16 ઓક્ટોબર (રવિવાર) થી શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 13 નવેમ્બર (રવિવાર) ના રોજ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના સાત શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં T20 વર્લ્ડ કપનું આયોજન ભારતે કર્યું હતું. આ વર્લ્ડ કપ UAEમાં યોજાયો હતો. આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો, જે આ ફોર્મેટમાં તેનું પ્રથમ ટાઇટલ હતું.