India Legends vs South Africa Legends: રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ (Road Safety World Series 2022)ની પહેલી મેચ આગામી 10 સપ્ટેમ્બરે રમાશે. પહેલી મેચમાં ઇન્ડિયા લીજેન્ડ્સ (India Legends)ની સામે સાઉથ આફ્રિકા લીજેન્ડ્સ (South Africa Legends)ની ટીમ હશે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની મેચો દેશના 4 શહેરોમાં રમાશે. વળી, ઇન્ડિયા લીજેન્ડ્સના કેપ્ટન સચિન તેંદુલકર (Sachin Tendulkar)એ નેટમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ખરેખરમાં સચિન તેંદુલકરે બુધવારે કાનપુરમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બેટિંગની જોરદાર પ્રેક્ટિસ કરી હતી. આનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
બુધવારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ઇન્ડિયા લીજેન્ડ્સના કેપ્ટન સચિન તેંદુલકર ઉપરાંત યુવરાજ સિંહ અને સિક્સર કિંગ યુસુફ પઠાણે પણ બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસમાં યુવરાજ સિંહે લાંબા લાંબા છગ્ગા ફટકાર્યા હતા.
રાયપુરમાં રમાશે ફાઇનલ અને સેમીફાઇનલ મેચ -
રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટૂર્નામેન્ટની આ બીજી સિઝન છે. આ વખતે રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટૂર્નામેન્ટની મેચો 10 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે કાનપુરમાં રમાશે. વળી, 17 થી 19 સપ્ટેમ્બરની વચ્ચે ઇન્દોર અને 21 થી 25 સપ્ટેમ્બરની વચ્ચે છ મેચ દેહરાદૂનમાં રમાશે. જ્યારે ફાઇનલ સહિત કુલ પાંચ મેચો છત્તીસગઢના રાયપુરમાં રમાશે. આ વખતે ઇન્ડિયા લીજેન્ડ઼સ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, લીજેન્ડ્સ, વેસ્ટ ઇન્ડિઝ લીજેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા લીજેન્ડ્સ, શ્રીલંકા લીજેન્ડ્સ, બાંગ્લાદેશ લીજેન્ડ્સ, ઇંગ્લેન્ડ લીજેન્ડ્સ અને ન્યૂઝીલેન્ડ લીજેન્ડ્સની ટીમો ભાગ લઇ રહી છે.
આ પણ વાંચો...........
PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો
ICC T20 Rankings: બાબર આઝમનો 'તાજ' છીનવાયો, મોહમ્મદ રિઝવાન બન્યો નંબર વન બેટ્સમેન