India vs Australia T20I Series: ટીમ ઇન્ડિયા (Team India લગભગ 4 વર્ષ બાદ હૈદરાબાદ (Hyderabad) માં ટી20 (T20I) ક્રિકેટ રમવા જઇ રહી છે. છેલ્લે ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) 6 ડિસેમ્બર, 2019એ વેસ્ટ ઇન્ડિઝની સાથે ટી20 મેચ રમી હતી, જ્યાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટથી હરાવ્યુ હતુ. ભારત આ વખતે 25 સપ્ટેમ્બરે સીરીઝની ત્રીજી અને છેલ્લી ટી20માં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. હૈદરાબાદ શહેરના ઉપ્પલમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ એક મુખ્ય ક્રિકેટ સ્ટેડિયમ છે, જેની ક્ષમતા 55,000 જેટલી છે. આ તેની આધુનિક સુવિધાઓ માટે જાણીતુ છે, અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્રિકેટ સ્ટેડિયમે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મેચોની સાથે સાથે કેટલીક આંતરરાષ્ટ્રીય મેચોની પણ યજમાની કરી છે.
હૈદરાબાદમાં T20I મેચ માટે ક્યાંથી ખરીદી શકો છો ટિકીટ -
હૈદરાબાદમાં રમાનારી ભાર અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી20 મેચ માટે ટિકીટ ખરીદવાને લઇને પણ જબરદસ્ત મારામારી જોવા મળી રહી છે. સ્ટેડિયમમાં બેસીને મેચ જોવા માટે લોકો એક્સાઇટેડ છે, ક્રિકેટ ફેન્સ કન્ફ્યૂઝ પણ છે કે, મેચની ટિકીટ ક્યારે ને ક્યાંથી ખરીદી શકીએ ?
આગામી 25 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી ટી20 મેચ માટે ઓનલાઇન ટિકીટો માટે વેચાણ ગુરુવારથી શરૂ થઇ ચૂક્યુ છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના અધ્યાક્ષ મોહમ્મદ અઝરુદ્દીન અનુસાર, ટિકીટ પેટીએમ એપ પર અને પેટીએમ ઇનસાઇડર એપ પરથી ખરીદી શકો છો.
શું છે ટિકીટની કિંમત-
હૈદરાબાદમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 મેચમાં ટિકીટની કિંમત 10,000 રૂપિયાથી 300 રૂપિયા સુધી નિર્ધારિત કરવામાં આવી છે, સ્ટેડિયમમાં સ્ટુડન્ટ્સને ડિસ્કાઉન્ટ ટિકીટ પણ ઉપલબ્ધ છે. મેચ માટે ટિકીટ ઓફલાઇન એટલે કે સ્ટેડિયમ કાઉન્ટર પરથી પણ ખરીદી શકો છો.
આ પણ વાંચો.......
ICC T20 Rankings: વિરાટને એશિયા કપમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો, T20 રેન્કિંગમાં મળ્યું આ સ્થાન
નહી તૂટી સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો?
T20 WC: પાકિસ્તાનને મોટો ઝટકો, ઇજાના કારણે ટી20 વર્લ્ડકપમાંથી બહાર થયો આ વિસ્ફોટક બેટ્સમેન
Virat Kohli ક્રિકેટની સાથે સોશિયલ મીડિયાથી કમાય છે કરોડો રુપિયા, જાણો એક પોસ્ટનો ચાર્જ