Fakhar Zaman Ruled Out from T20 World Cup: ઓક્ટોબરમાં રમાનારા 2022 ટી20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખરમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના વિસ્ફોટક અનુભવી બેટ્સમેન ફખર જમાન ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમમાંથી બહાર થઇ ગયો છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન રાશિદ લતિફે ફખર જમાન વિશે જાણકારી આપતા કહ્યું કે ફખર જમાન ઇજાગ્રસ્ત થઇ ગયો છે, જેના કારણે તે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપમાં ટીમનો ભાગ નહીં હોય. 


એશિયા કપમાં હતુ ખરાબ ફોર્મ -
એશિયા કપ 2022માં પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન ફખર જમાનનુ ખરાબ ફોર્મ જોવા મળ્યુ હતુ. તેને એશિયા કપમાં માત્ર 16 ની એરેજથી 96 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ માત્ર 103.23 ની રહી હતી. ખરાબ ફોર્મના કારણે તેની ખુબ નિંદા પણ થઇ હતી. હવે તેનુ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થવાનુ એશિયા કપના ખરાબ ફોર્મ સાથે જોડવામાં આવી રહ્યું છે. 


રાશિદ લતીફે આપી ફખર જમાનની ઇજાની જાણકારી - 
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન રાશિદ લતિફે પોતાની યુટ્યૂબ ચેનલ Caught Behindમાં ફખર જમાનને લઇને જાણકારી આપી. તેને કહ્યું કે, મને પાકિસ્તાનની ટી20 ટીમ વિશે જાણવા મળ્યુ છે કે તે કેવી હશે, પરંતુ હું એટલુ બતાવી શકુ છું કે ફખર જમાન ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. તેને ઘૂંટણમાં ઇજા પહોંચી છે, અને તે ચારથી છ અઠવાડિયા માટે ટીમમાંથી બહાર થઇ ગયો છે. આશા રાખુ છું કે તે જલદી ઠીક થઇ જશે. 


ઉલ્લેખનીય છે કે, ફખર જમાન તાજેતરમાં જ પોતાના ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તે એશિયા કપમાં પણ ટીમ માટે કોઇ મોટી ઇનિંગ ન હતો રમી શક્યો. જેના કારણે પાકિસ્તાની ટીમ એશિયા કપ પર કબજો ના કરી શકી, અને ફાઇનલમાં શ્રીલંકા સામે માત ખાઇ ગઇ હતી. 


આ પણ વાંચો......... 


ઝિમ્બાબ્વેના આ ખેલાડીને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ, બેન સ્ટોક્સ અને મિશેલ સેંટનરને પાછળ છોડ્યા


Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા


T20 World Cup 2022: 2007 T20 WC માં રમેલા આ બે ભારતીય ખેલાડી 2022નો પણ ટી20 વર્લ્ડકપ રમશે, જાણો વિગત


Virat: વિરાટ કોહલીએ ટ્વીટર પર બતાવી તાકાત, બની ગયો આ ઉપલબ્ધિ હાંસલ કરનારો પહેલો ક્રિકેટર


T20 WC: કયા દિગ્ગજે રોહિતને વર્લ્ડકપમાં ધોની વાળી કરવા કહ્યું, ટ્વીટ કરીને શું આપી દીધી સલાહ, જાણો


Team India New Jersey: T20 વર્લ્ડ કપમાં નવી જર્સી સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જુઓ વીડિયો