Katrina Kaif Batting Against Harbhajan Singh: T20 વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે નબળી શરુઆત કરી છે. આ મેચમાં ભારતે પ્રથમ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. 


આજની આ મેચમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ પણ સ્ટાર સ્પોર્ટ્સના સ્ટૂડિયોમાં પહોંચી છે. કેટરીના કૈફની ફિલ્મ ફોનભૂત 4 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.


ભજ્જીના બોલ પર લગાવ્યા શોટ્સઃ


ભારત-દક્ષિણ આફ્રિકા મેચની પહેલાં પોતાની ફિલ્મ ફોનભૂતના પ્રમોશન કરવા માટે અને ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે સ્ટાર સ્પોર્ટ્સના સ્ટૂડિયોમાં પહોંચેલી કેટરીના કૈફે (Katrina Kaif) આ દરમિયાન બેટિંગ ઉપર હાથ અજમાવ્યો હતો. કેટરીનાએ બેટિંગ કરી તે દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ બોલર હરભજન સિંહ બોલિંગ કરી રહ્યો હતો.


વીડિયોમાં તમે જોઈ શકો છો કે હરભજન કેટરીના સામે બોલિંગ કરી રહ્યો છે. તે જ સમયે, આ વીડિયોમાં કેટરીના કૈફે હરભજન સિંહની બોલિંગ પર જોરદાર શોટ લગાવ્યો હતો. તે ભજ્જીના બોલ પર શાનદાર ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે. કેટરીનાનો આ ધમાકેદાર બેટિંગ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટરિનાની બેટિંગ જોઈને ફેન્સ પણ ખૂબ જ આશ્ચર્યચકિત છે.






કેટરીના આઈપીએલમાં પણ જોવા મળી હતીઃ


તમને જણાવી દઈએ કે કેટરીના કૈફને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. સાથે જ તેનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. કેટરિના કૈફ ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પણ ઘણી વખત સ્ટેડિયમમાં જોવા મળી છે. IPL દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચીયર કરતી વખતે તે ઘણી વખત જોવા મળી હતી. હાલમાં કેટરિના કૈફ પોતાની આગામી ફિલ્મ ફોનભૂતના પ્રમોશન માટે અને વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે સ્ટાર સ્પોર્ટ્સના સ્ટુડિયોમાં આવી હતી.


આ પણ વાંચો....


NED vs PAK: પાકિસ્તાને નેધરલેન્ડને છ વિકેટે હરાવ્યું, સેમિફાઇનલની આશા જીવંત રાખી