T20 World Cup Super 8 Scenario All Groups: જેમ જેમ T20 વર્લ્ડકપ 2024 આગળ વધી રહ્યો છે, તેમ તેમ સુપર-8ની રેસ વધુ રસપ્રદ બની રહી છે. ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર ગૃપમાં વહેંચવામાં આવી છે. તમામ ગૃપની ટોપ-2 ટીમ સુપર-8માં સ્થાન મેળવશે. અત્યાર સુધી ઈંગ્લેન્ડ અને શ્રીલંકા જેવી મોટી ટીમો ગૃપ સ્ટેજમાંથી બહાર થઈ જવાના જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ પાકિસ્તાનની ટીમનું સુપર-8માં પહોંચવું ટીમ ઈન્ડિયા પર ઘણો નિર્ભર રહેશે. તો ચાલો જાણીએ કે તમામ ગૃપમાં કઇ ટીમ સુપર-8માં પહોંચી શકે છે અને કઇ ટીમના આઉટ થવાનું જોખમ છે.


ગૃપ-એ 
ગૃપ Aમાં ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા અને અમેરિકા છે. ગૃપ-એમાં હાલમાં ભારત અને અમેરિકા સુપર-8 માટે ક્વૉલિફાય થતા જોવા મળે છે. જો કે અન્ય ટીમોને પણ તક છે, જેમાં પાકિસ્તાન ટોપ પર છે, પરંતુ પાકિસ્તાનની ક્વૉલિફિકેશન અન્ય ટીમો પર નિર્ભર રહેશે, જેમ કે આજે ભારત અને અમેરિકા વચ્ચે રમાયેલી મેચમાં ભારતનો વિજય પાકિસ્તાન માટે સુપર-8નો રસ્તો આસાન બનાવી દેશે.


ગૃપ-બી 
ગૃપ-બીમાં ઓસ્ટ્રેલિયા, સ્કૉટલેન્ડ, નામીબિયા, ઈંગ્લેન્ડ અને ઓમાનની ટીમો છે. આ ટીમોમાં ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણેય મેચ જીતીને સુપર-8 માટે ક્વૉલિફાય કર્યું છે. બીજી તરફ નામીબિયા અને ઓમાનની ટીમો બહાર થઈ ગઈ છે. હવે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ મેચ રમાઇ હતી. સ્કોટલેન્ડે 3 માંથી 2 મેચ જીતી છે અને તેની એક મેચ રદ કરવામાં આવી હતી, ત્યારબાદ ટીમના 5 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ 2 મેચમાંથી 1 હારી ગયું અને 1 મેચ રદ થઈ, ત્યારબાદ ટીમ પાસે માત્ર 1 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી આઉટ થવાની શક્યતાઓ વધી રહી છે.


ગૃપ-સી 
અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગિની અને ન્યૂઝીલેન્ડની ટીમો ગૃપ સીમાં છે. આ ગ્રૂપમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની સુપર-8માં પહોંચવાની શક્યતાઓ વધારે છે, જ્યારે ગૃપની સૌથી મોટી ટીમ ન્યૂઝીલેન્ડની બહાર થવાનો ખતરો છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2-2 મેચ રમાઈ છે, જેમાં બંનેએ જીત મેળવી છે. જો કે ન્યૂઝીલેન્ડે માત્ર એક જ મેચ રમી છે, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમ પાસે ક્વૉલિફાય થવા માટે હજુ ત્રણ મેચ બાકી છે.


ગૃપ-ડી 
ગૃપ-ડીમાં દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ અને શ્રીલંકાની ટીમો છે. દક્ષિણ આફ્રિકા સુપર-8 માટે ક્વૉલિફાય થઈ ગયું છે. બીજીતરફ શ્રીલંકાની બહાર નીકળવું લગભગ નિશ્ચિત જણાય છે. લંકાએ અત્યાર સુધી 3 મેચ રમી છે, જેમાં તે 2 હારી છે અને બાકીની એક મેચ રદ થઈ છે. ટીમ પાસે માત્ર 1 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં ટીમ બહાર થવાની આશા છે. બાંગ્લાદેશ, નેપાળ અને નેધરલેન્ડ વચ્ચે બીજા સ્થાન માટે ગળાકાપ સ્પર્ધા છે.