Ind vs Pak, T20 WC : ટી-20 વર્લ્ડકપના હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું
T20 World Cup, Ind vs Pak :T20 વર્લ્ડ કપ (T20 WC 2021)માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો હતો. પાકિસ્તાનની 10 વિકેટે જીત થઈ છે.
મોહમ્મદ શમીની ઓવરના પહેલા જ બોલ પર મોહમ્મદ રિઝવાને સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીતની નજીક પહોંચાડ્યું હતું. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર રિઝવાને સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. બાબર આઝમે આ ઓવરના છેલ્લા બોલ પર 2 રન લઈને પાકિસ્તાનને જીત અપાવી હતી. ભારત આ મેચ 10 વિકેટે હારી ગયું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પાકિસ્તાની ટીમે 18 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. મોહમ્મદ રિઝવાને અણનમ 79 અને બાબર આઝમે અણનમ 68 રન બનાવ્યા હતા.
પાકિસ્તાને ભારતને હાઈ વોલ્ટેજ મુકાબલામાં 10 વિકેટથી હાર આપી છે.
પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં છે. પાકિસ્તાનનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. બાબર આઝમને શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. પાકિસ્તાનનો સ્કોર 14 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 112 રન છે.
ભારતને વિકેટની જરુર છે. પાકિસ્તાનની ટીમેે 8.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 53 રન બનાવી લીધા છે.
મોહમ્મદ શમીની આ ઓવરના ત્રીજા બોલ પર બાબર આઝમે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના પાંચમા બોલ પર મોહમ્મદ રિઝવાને પણ ચોગ્ગો ફટકારીને ટીમનો સ્કોર આગળ વધાર્યો, શમીની આ ઓવર ઘણી મોંઘી હતી. પાકિસ્તાનનો સ્કોર 5 ઓવર પછી 35/0
પાકિસ્તાનની ઈનિંગ શરુ થઈ ગઈ છે. બાબર આઝમ અને રિઝવાન રમતમાં છે. પાકિસ્તાનની ટીમે 3 ઓવરામાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 22 રન બનાવી લીધા છે.
પાકિસ્તાન તરફથી ઈનિંગની છેલ્લી ઓવર રઉફે કરી હતી. રઉફે શાનદાર બોલિંગ કરતા ત્રીજા બોલ પર 11 રનના વ્યક્તિગત સ્કોર પર હાર્દિક પંડ્યાને પેવેલિયન મોકલ્યો હતો. ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં માત્ર 7 રન જ મળ્યા હતા. ટીમ ઇન્ડિયા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવી શકી હતી. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. તેના સિવાય રિષભ પંતે 39 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય હસન અલીએ બે, શાદાબ ખાન અને હરિસ રઉફે એક -એક વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને જીત માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની અડધી સદી ફટકારી 57 રન બનાવ્યા હતા.
હાર્દિક પંડ્યા 11 રન બનાવી આઉટ થયો છે.
શાહીન આફ્રિદીએ પાકિસ્તાન માટે 19 મી ઓવર કરી હતી. તેણે ઓવરના ચોથા બોલ પર 57 રનના અંગત સ્કોર પર વિરાટ કોહલીને આઉટ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી પ્રથમ વખત પાકિસ્તાન સામે આઉટ થયો હતો.
વિરાટ કોહલી 57 રન બનાવી આઉટ થયો છે. હાલ ટીમ ઈન્ડિયાનો સ્કોર 18.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 133 રન છે. હાર્દિક પંડ્યા 5 રને રમતમાં છે.
વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 120 રનને પાર થયો છે.
ટીમ ઈન્ડિયાને સ્કોર 100 રનને પાર થયો છે. કોહલી-જાડેજા રમતમાં છે. હાલ 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટીમ ઈન્ડિયાએ 108 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ઋષભ પંત 39 રન બનાવી આઉટ થયો છે. હાલ ભારતીય ટીમ 12.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 84 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી હાલ રમતમાં છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 60 રનને પાર થયો છે. કોહલી-પંત રમતમાં છે. કોહલી 28 અને પંત 22 રને રમતમાં છે. ટીમ ઈન્ડિયાએ 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 66 રન બનાવી લીધા છે.
શાદાબ ખાન પોતાની બીજી ઓવર ફેંકવા આવ્યો. પંતે ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. આ ઓવરથી ભારતને 9 રન મળ્યા હતા. ટીમ ઈન્ડિયાનો સ્કોર 10 ઓવર બાદ 60/3 થયો છે.
ટીમ ઈન્ડિયાને ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ 11 રન બનાવી આઉટ થયો છે. હાલ કોહલી રમતમાં છે. ભારતીય ટીમની શરુઆત ખરાબ થઈ છે.
ભારતની બે વિકેટ લેનાર શાહીન આફ્રિદી ફરી એક વખત બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર વિરાટ કોહલીએ સિક્સર ફટકારી હતી. અત્યારે કોહલી 15 અને સૂર્યકુમાર યાદવ 11 રન બનાવીને રમી રહ્યો છે. 5 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 30/2 છે.
ઇમાદ વસીમ ફરી એક વખત બોલિંગ કરવા આવ્યો છે. આ ઓવરના છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં બંને બેટ્સમેનોએ 7 રન બનાવ્યા હતા. 4 ઓવર પછી ટીમ ઇન્ડિયાનો સ્કોર 21/2 છે.
ટીમ ઈન્ડિયાને લાગ્યો બીજો મોટો ઝટકો, કેએલ રાહુલ માત્ર 3 રન બનાવી આઉટ થયો છે.
રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા પ્રથમ બોલ પર જ એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો છે.
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ થોડા સમયમાં યોજાશે. હાલ બંને ટીમો મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દર્શકો પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચી ગયા છે. આ સમયે આખું સ્ટેડિયમ આ શાનદાર મેચના રંગોમાં રંગાયેલું જોવા મળે છે.
ભારતીય ટીમ સ્ટેડિયમ માટે રવાના થઈ ગઈ છે. BCCI એ ભારતીય ખેલાડીઓનો હોટલ છોડીને જવાનો વીડિયો પોસ્ટ કર્યો છે
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન અને અનુભવી ઓપનર વીરેન્દ્ર સહેવાગે આજની મેચનો સૌથી ખાસ ખેલાડી ગણાવ્યો છે. સેહવાગના મતે, પંડ્યાની બોલિંગ ફિટનેસ મેચને અસર કરશે નહીં, જો તે બેટથી ચમકશે તો તે આ મેચને એકતરફી બનાવશે. સેહવાગે એમ પણ કહ્યું છે કે, જો પંડ્યા એકાદ ઓવર ફેંકશે, તો 'સોને પે સુહાગા' થશે.
ભારત પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 5 વખત ટક્કર થઈ છે. ભારતે પાંચેય મેચ જીતી હતી. 2007 ટી 20 વર્લ્ડ કપમાં બંને ટીમો પ્રથમ વખત સામ -સામે આવી હતી. જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ રનથી હરાવ્યું હતું. 2012માં ભારતે પાકિસ્તાન સામે 8 વિકેટે એકતરફી જીત મેળવી હતી. તે જ સમયે, વર્ષ 2014 માં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે અને 2016 માં 6 વિકેટે હરાવ્યું હતું.
ભારતીય ટીમ 2007 ની ટી 20 વર્લ્ડ કપ એડિશનમાં ચેમ્પિયન બની છે. ત્યારબાદ ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 5 રનથી હરાવીને ટુર્નામેન્ટ જીતી હતી. ટીમ ઇન્ડિયાએ કુલ 33 માંથી 21 મેચ રમી છે. વર્ષ 2016 માં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી, પણ પછી તેને વેસ્ટ ઈન્ડિઝના હાથે હારનો સામનો કરવો પડ્યો.
બ્રેકગ્રાઉન્ડ
T20 World Cup, Ind vs Pak :T20 વર્લ્ડ કપ (T20 WC 2021)માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પાકિસ્તાની ટીમે 17.5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. મોહમ્મદ રિઝવાને અણનમ 79 અને બાબર આઝમે અણનમ 68 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -