IND vs PAK T20 World Cup 2024: આગામી મહિને આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ 2024 શરૂ થઇ રહ્યો છે, જેને લઇને હવે માહોલ જામ્યો છે. T20 વર્લ્ડકપ 2024 શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે ટૂર્નામેન્ટ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. વિરાટ કોહલી અને સંજૂ સેમસન સહિત કેટલાક ખેલાડીઓ હજુ પણ ન્યૂયોર્ક પહોંચી શક્યા નથી. આ દરમિયાન T20 વર્લ્ડકપ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર T20 વર્લ્ડકપ દરમિયાન બોલરોને પીચમાંથી મદદ મળી શકે છે. આવી સ્થિતિમાં બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


T20 વર્લ્ડકપ દરમિયાન બેટ્સમેન IPLની જેમ રન બનાવી શકશે નહીં. આ ટૂર્નામેન્ટ ઘણી રીતે આઈપીએલથી અલગ હશે. આનો ફાયદો બોલરોને મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યૂયોર્ક અને અન્ય સ્થળોની પીચો બોલરો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. વેસ્ટ ઈન્ડિઝની પીચ હવે પહેલા જેવી નથી રહી. તે એકદમ ધીમી થઈ ગઇ છે. આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત બોલ અટકી જાય છે. આનો ફાયદો બોલરોને મળી શકે છે. આવી સ્થિતિ બેટ્સમેનોની મુશ્કેલીઓ વધારી શકે છે, એટલે કે કહી શકાય છે કે આ ટી20 વર્લ્ડકપમાં બેટ્સમેનો માટે રન બનાવવામાં મોટી મુશ્કેલી ઉભી થઇ છે, અને બૉલરોને ફાયદો થયો છે. 


આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ છે. આ નિયમ અનુસાર, ટીમો તેમની અનુકૂળતા મુજબ મેચ દરમિયાન કોઈપણ એક ખેલાડીને બદલી શકે છે. IPL દરમિયાન ટીમો બેટિંગ કરતી વખતે બેટ્સમેન અને બોલિંગ કરતી વખતે બોલર બદલતી હતી, પરંતુ ટી20 વર્લ્ડકપમાં આ નિયમ નથી. તેની પણ મોટી અસર પડશે.


T20 વર્લ્ડકપ 2024 પહેલા ટીમ ઈન્ડિયા સહિત મોટાભાગની ટીમો વોર્મ-અપ મેચ રમશે. ભારતની વોર્મ-અપ મેચ બાંગ્લાદેશ સામે છે. આ મેચ 1 જૂને ન્યૂયોર્કમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો આયર્લેન્ડ સામે થશે. આ મેચ 5 જૂને રમાશે. 9મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ ન્યૂયોર્કમાં જ રમાશે.