T20 World Cup 2024 IND vs SA Final: પ્રેક્ષકો ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે ભારત ફાઈનલ મેચમાં આવ્યું છે. આજે એટલે કે 29મી જૂને આખરે એ દિવસ આવી ગયો છે. T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ભારતીય સમય અનુસાર આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. ભારત પાસે એવા પાંચ ખેલાડીઓ છે જેઓ આખી મેચ પોતાના દમ પર ફેરવી શકે છે અને દક્ષિણ આફ્રિકા પાસેથી મેચ છીનવીને ટ્રોફી ભારતની તરફ મૂકી શકે છે.


ભારતીય ટીમના પાંચ શક્તિશાળી ખેલાડીઓ
T20 વર્લ્ડ કપ 2024માં આખી ભારતીય ટીમ ફોર્મમાં દેખાઈ રહી છે. દરેક ખેલાડી પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યો છે. જેના કારણે ભારતીય ટીમ આ સિઝનની ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહી છે. પરંતુ ભારતીય ટીમમાં પાંચ ખેલાડી એવા છે જેઓ પોતાના દમ પર ટ્રોફી ઉપાડી શકે છે. આ ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવનો સમાવેશ થાય છે.


રોહિત શર્માઃ જો રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં 33થી વધુ રન બનાવશે તો તે આ સિઝનનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ પહેલા 7 મેચ રમી ચૂક્યો છે. આ 7 મેચમાં તેણે 155.97ની સ્ટ્રાઈક રેટથી 248 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદીનો પણ સમાવેશ થાય છે.


વિરાટ કોહલીઃ ટી-20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી વિરાટ કોહલીનું બેટ ભલે શાંત હતું, પરંતુ બધાને આશા છે કે ફાઈનલ મેચમાં તેનું બેટ ચાલી શકે છે. જો કે, વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપમાં બે વખત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બની ચૂક્યો છે.


હાર્દિક પંડ્યાઃ T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાએ તેની બેટિંગની સાથે બોલિંગથી પણ કમાલ કર્યો છે. હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2024 સેમિફાઇનલ સુધી 7 મેચ રમી છે. આ 7 મેચમાં તેણે 149.46ની સ્ટ્રાઈક રેટથી 139 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તેણે આ 7 મેચમાં 7.77ની ઈકોનોમીથી 8 વિકેટ પણ લીધી છે.


જસપ્રીત બુમરાહઃ T20 વર્લ્ડ કપ 2024માં જસપ્રીત બુમરાહની બોલિંગથી તમામ ટીમના ખેલાડીઓને ડરાવે છે. જસપ્રીત બુમરાહે ફાઈનલ મેચ પહેલા 7 મેચ રમી છે. આ 7 મેચમાં તેણે 4.12ની ઈકોનોમી સાથે 13 વિકેટ મેળવી છે.


કુલદીપ યાદવઃ કુલદીપ યાદવને T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 મેચમાં રમવાની તક મળી છે. સેમિફાઇનલ મેચ સુધી તેણે 4 મેચ રમી છે. કુલદીપ યાદવે આ 4 મેચમાં 5.87ની ઈકોનોમી સાથે 10 વિકેટ લીધી છે.