IND vs IRE: ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચ 5 જૂનના રોજ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મુકાબલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ આ પહેલા મેદાન પર એક અનોખી અને દુર્લભ ઘટના બની હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો દાવો કરવા લાગ્યા છે કે મેચ ફિક્સ હતી. હકીકતમાં, જ્યારે રોહિતે સિક્કો ઉછાળ્યો અને તે નીચે પડ્યો, ત્યારે મેચ રેફરી મૂંઝવણમાં દેખાયા. મેચ રેફરીએ પહેલા જાહેરાત કરી કે આયર્લેન્ડે ટોસ જીત્યો છે, પરંતુ પછી પલટી મારતા જાહેરાત કરી કે રોહિત શર્માએ ટોસ જીત્યો છે. બસ આ કારણે લોકોએ ઈન્ટરનેટના માધ્યમથી ટોસને લઈને વિવાદ ઉભો કર્યો છે. લોકો આ મામલે વિચિત્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે બીસીસીઆઈએ આઈસીસીને ખરીદી લીધુ છે, તો કોઈએ કહ્યું છે કે મેચ સંપૂર્ણપણે ફિક્સ છે.


 






એક ચાહકે આખી કહાની સમજાવી
એક તરફ લોકો ટોસને લઈને મેચ અધિકારીઓ, BCCI અને ICCને પણ ટ્રોલ કરવામાં વ્યસ્ત છે. પરંતુ એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે હેડની માંગ કરી હતી. રેફરી ખરેખર તેનો કૉલ સાંભળી શક્યો ન હતો, તેથી તેણે સ્ટર્લિંગ તરફ આંગળી ચીંધી અને પૂછ્યું કે તેનો કૉલ શું છે. પૉલે હેડ માગ્યો હતો, પરંતુ સિક્કામાં ટલ દેખાઈ હતી, તેથી રેફરીએ પાછળથી રોહિત શર્મા તરફ ઈશારો કરીને કહ્યું કે તેણે ટોસ જીત્યો છે.


રોહિત શર્મા યુઝવેન્દ્ર ચહલનું નામ ભૂલી ગયો
ભારત અને આયર્લેન્ડ મેચના ટોસ દરમિયાન બીજી એક વિચિત્ર ઘટના બની. એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે રોહિત શર્મા ઘણીવાર વસ્તુઓ ભૂલી જાય છે. જ્યારે ટોસ પછી તેને ભારતની પ્લેઈંગ ઈલેવન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે કુલદીપ યાદવ, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને એક વધુ ખેલાડી છે, જેમને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી.