T20 World Cup 2024:20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 29 જૂનના રોજ બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 59 બોલમાં સૌથી વધુ 76 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેશવ મહારાજ અને એનરિક નોર્ટજેએ 2-2 વિકેટ લીધી હતી.


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા 8 વિકેટના નુકસાને 169 રન જ બનાવી શકી હતી અને ભારતે 7 રનથી જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને સૌથી વધુ 52 રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે ક્વિન્ટન ડી કોકે 39 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 20 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી.


જણાવીએ કે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ બાદ ચેમ્પિયન ભારત અને રનર અપ સાઉથ આફ્રિકાને કેટલી ઈનામી રકમ મળી. આ સાથે ટુર્નામેન્ટના તમામ એવોર્ડ વિજેતાઓના નામ પણ આપવામાં આવ્યા છે.


નંબર પુરસ્કારની રકમ



  1. વિજેતા INR 20.37 કરોડ

  2. રનર અપ INR 10.64 કરોડ

  3. સિઝનનો સ્માર્ટ કેચ (સૂર્યકુમાર યાદવ) $3000

  4. પ્લેયર ઓફ ધ મેચ (વિરાટ કોહલી) $5000

  5. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (જસપ્રિત બુમરાહ) $15000


T20 વર્લ્ડ કપ 2024: T20 વર્લ્ડ કપ 2024 ના વિજેતાઓની યાદી-


T20 વર્લ્ડ કપ 2024: ફાઇનલ પ્લેયર ઓફ ધ મેચ


એવોર્ડનું નામ અને વિજેતાના નામની યાદી


પ્લેયર ઓફ ધ મેચ-  વિરાટ કોહલી- (59 બોલ 79રન)


પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જસપ્રીત બુમરાહ( 8 મેચ, 15 વિકેટ, 4.17 ઇકોનોમી)


ટી 20 વર્લ્ડકપ 2024 સર્વાધિક રન


સર્વાધિક રન- રહમાનુલ્લાહ ગુરબાઝ( અફઘાનિસ્તાન) રન - 281


ટી 20 વર્લ્ડકપ 2024 હાઇએસ્ટ સ્ટ્રાઇક રેટ


હાઇએસ્ટ સ્ટ્રાઇક રેટ – શાઇહોપ(વેસ્ટઇંડીઝ) કેચ- 187.71


ટી 20 વર્લ્ડકપ 2024- સૌથી વધુ છગ્ગા


નિકોલસ પૂરન – વેસ્ટઇન્ડિઝ 17 છગ્ગા


T20 વર્લ્ડ કપ 2024 સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર


T20 વર્લ્ડ કપ 2024 સૌથી વધુ  વ્યક્તિગત સ્કોર


સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર – નિકોલસ પૂરન – 98 રન બનાન અફઘાનિસ્તાન


સૌથી વધુ  50 પ્લસ સ્કોર


સૌથી વધુ 50 પ્લસ સ્કોર રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝ 3 અડધી સદી ફટકારી


T20 વર્લ્ડ કપ 2024: સૌથી વધુ વિકેટ


સૌથી વધુ વિકેટ અરશદીપ સિંહ (ભારત) અને ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન) 17 વિકેટ


T20 વર્લ્ડ કપ 2024: શ્રેષ્ઠ બોલિંગ ફિગર


શ્રેષ્ઠ બોલિંગ ફિગર્સ ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન) 5-9 વિ યુગાન્ડા


T20 વર્લ્ડ કપ 2024: બેસ્ટ ઇકોનોમી રેટ


બેસ્ટ ઇકોનોમી રેટ બેસ્ટ સાઉથી (ન્યુઝીલેન્ડ) 3.00


T20 વર્લ્ડ કપ 2024: સૌથી વધુ કેચ


સૌથી વધુ કેચ એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) 8


ટી20 વર્લ્ડ કપ 2024 વિકેટકીપર તરીકે સૌથી વધુ શિકાર


સૌથી વધુ ડિસમિસલઃ રિષભ પંત 7 શિકાર (8 કેચ, 1 સ્ટમ્પિંગ)