5 Reasons of for Team India Defeat: ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup) ના સુપર-12 તબક્કામાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે તેને 8 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 110 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે 111 રનનો ટાર્ગેટ 14.3 ઓવરમાં બે વિકેટના નુકસાને મેળવી લીધો હતો. આવો જાણીએ ટીમ ઈન્ડિયાની હારના 5 કારણો.


કેપ્ટન કોહલી સતત બીજી ટોસ હાર્યોઃ આ વર્લ્ડકપમાં ટોસ મહત્વપૂર્ણ રહ્યો છે. મોટાભાગની મેચો પાછળથી બેટિંગ કરીને ટીમ જીતી છે અને આ વખતે પણ એવું જ થયું છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સતત બીજી ટોસ હારી ગયો. અગાઉ પણ તે પાકિસ્તાન સામે ટોસ જીતી શક્યો નહોતો. બીજા દાવમાં ભેજ મહત્વની ભૂમિકા ભજવે છે જે તેને બેટિંગ કરવાનું સરળ બનાવે છે.


ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુર ન કરી શક્યા કોઈ કમાલ: ભારતે આ મેચમાં ઈજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવના સ્થાને ઈશાન કિશનને તક આપી હતી. તેને રોહિત શર્માની જગ્યાએ ઓપનિંગ માટે મોકલવામાં આવ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે ઈશાન કિશનને ઈનિંગની ત્રીજી ઓવરના 5માં બોલ પર 4 રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત મોકલ્યો હતો. ઇશાન કિશન ઉપરાંત ભુવનેશ્વરની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી હતી. તે પણ નિરાશ. તે બેટ અને બોલમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો.


રાહુલ-રોહિત-કોહલી નિષ્ફળ: રોહિત શર્મા આ મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. રોહિતે એડમ મિલ્નેને એક ફોર અને સિક્સ ફટકારીને મોટી ઇનિંગ રમવાનો સંકેત આપ્યો હતો. પરંતુ ઈશ સોઢીના શોર્ટ પીચ બોલ પર માર્ટિન ગુપ્ટિલના હાથે કેચ થયો હતો. તે જ સમયે, પાકિસ્તાન વિરૂદ્ધ અડધી સદી ફટકારનાર કેપ્ટન વિરાટ કોહલી ત્રણ વિકેટ પડી ગયા બાદ દબાણમાં આવી ગયો હતો. કોહલીએ ઈશ સોઢીની ઓવર મિડવિકેટ પર સિક્સ મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ્ટના હાથે કેચ થયો હતો. કેએલ રાહુલે પણ કંઈ ખાસ પ્રદર્શન ન કર્યું. તે 18 રન બનાવીને આઉટ થયો હતો.


અતિશય ડોટ બોલઃ ભારતીય બેટ્સમેનોએ 54 બોલ ડોટ રમ્યા હતા. માત્ર 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકારવામાં સફળ રહ્યા હતા. છઠ્ઠી ઓવરના પહેલા બોલ બાદ ભારતીય બેટ્સમેનોએ 17મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.


સ્પિનરો સામે રન ન બનાવી શક્યાઃ ઈશ સોઢી અને મિચેલ સેટનરની જોડીએ ભારતીય બેટ્સમેનોને હાથ ખોલવાની તક આપી ન હતી. બંનેએ 8 ઓવર ફેંકી અને માત્ર 31 રન આપ્યા. આ જોડીએ 2 વિકેટ પણ લીધી હતી. ભારતીય બેટ્સમેનો પાસે સોઢી અને સેટનરને રમવાની કોઈ યોજના નહોતી. તે બન્નેના બોલ પર સ્ટ્રાઈક પણ રોટેટ કરી શક્યા ન હતા.